Suraj Bhuvaji Killed girl after rape: હાલમાં અવારનવાર ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ અમદાવાદ (Ahmedabad) શહેરમાં ધ્રુજાવી દેતી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં દુષ્કર્મનો ભોગ થયેલી દીકરીનું અપહરણ કરીને તેની હત્યા કરી દેતા હાહાકાર મચી ગયો છે. હાલ આ ઘટનાને અંગે પોલીસે સુરજ સોલંકી (Suraj Bhuvaji News) અને એક મહિલા સહિત આઠ લોકોની ધરપકડ કરી છે.
ધારા નામની દીકરી થઈ હતી ગુમ
સમગ્ર ઘટનાને પગલે DCP બી.યુ જાડેજાએ જણાવતા કહ્યું કે, અત્યારે રાજ્યભરમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવાની ડ્રાઈવ ચાલી રહી છે. આ મુહિમના ભાગરૂપે અમદાવાદમાં રહેતી જૂનાગઢની ધારા કડીવાર નામની દીકરીની પાલડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ધારા કડીવાર છેલ્લા એક વર્ષથી ગાયબ હતી. જયારે આ ઘટનાને પગલે હાલ ગંભીરતા પૂર્વક તપાસ શરુ કરી દેવામાં આવી છે.
છેલ્લા 15 દિવસથી ચાલુ હતી તપાસ
DCP બી.યુ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, ધારાને શોધવા DCP લેવલે ઝોન 7ની LCB, સ્થાનિક પોલીસ અને અમારી ટેક્નિકલ સર્વેલન્સ ટીમને કામે લગાડી હતી. ધારાને શોધી રહેલી આ દરેક ટીમો છેલ્લા 15 દિવસથી સઘન તપાસ કરી રહી હતી. જેને પગલે ઘણી માહિતી મળી હતી અને આ ઘણાનો ભેદ ઉકેલાયો હતો.
સુરજ ભુવાએ આપી હતી પોલીસને અરજી…
ગત 19 જૂને ધારા કડીવાર, સુરજ ભુવાજી (Suraj Bhuvaji) અને મીત શાહ સાથે જૂનાગઢના પોતાના ઘરેથી અમદાવાદ આવવા કારમાં નીકળી હતી. ત્રણેય અમદાવાદ મિત શાહના ઘરે આવ્યા અને બીજા દિવસે જ સુરજ સોલંકીએ પાલડી પોલીસને અરજી આપી કે, ‘ધારા કોઈને કહ્યા વગર મીતના ઘરેથી નીકળી છે.’ સુરજ સોલંકીએ પોલીસને કહ્યું ‘ધારા તેનો સમાન લઇને મીતના ઘરેથી નીકળી ગઈ હતી, અને તેણે વોટ્સએપ પર મેસેજ પણ કર્યો હતો ‘મને શોધવાના પ્રયત્ન ન કરતા, હું કાયમ માટે તમારા જીવનમાંથી જાવ છું’ મેસેજમાં વધારે લખ્યું હતું કે, ‘મને શોધવા માટે પોલીસના લફડામાં પણ પડતા નહીં.’
આ બનાવના એક મહિના બાદ ધારાના ભાઈએ જાણવાજોગ અરજી કરતા કહ્યું હતું કે, મારી બહેન છેલ્લે સુરજ ભુવાજી સાથે ગઈ હતી, ત્યારથી તેનો કોઈ પત્તો નથી. તે ગાયબ થઇ ગઈ છે. ત્યારથી પાલડી પોલીસ આ ઘટનાની તપાસ કરી હતી અને હાલ અમારી ટીમને સફળતા મળી છે. – DCP બી.યુ જાડેજાએ જણાવ્યું.
પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
DCP બી.યુ જાડેજાએ જણાવતા કહ્યું, પોલીસ તપાસમાં સામે આવ્યું કે ધારા, સુરજ ભુવાજી અને મીત શાહે 19 જૂનના રોજ ચોટીલામાં ભોજન કર્યું હતું. ત્યારબાદ સુરજ અને મીત ધારાને ફોસલાવીને ચોટીલા નજીક આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ લઇ ગયા. તે દરમ્યાન સુરજના ભાઈ યુવરાજ અને તેના મિત્ર ગુંજને ધારા સાથે બોલાચાલી કરી હતી. ત્યાં અચાનક કારની પાછળ બેઠેલા મીત શાહે દુપટાથી ધારાને ગળાટૂપો આપીને પતાવી દીધી હતી. ત્યારબાદ નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ ધારાના મૃતદેહને સળગાવી દીધો હતો. ધારાના મૃતદેહને સળગાવવા બીજા આરોપીઓએ પણ મદદ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ધારા ભાગી ગઈ છે, તેવું નાટક રચ્યું હતું. આ ઘટનામાં મિત શાહની માતા અને ભાઈએ પણ સાથે આપ્યો.
એક મહિલા સહિત 8ની ધરપકડ
અગાઉ પણ આ યુવતીએ સુરજ ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. જાણવા મળ્યું કે, દુષ્કર્મની વાત છુપાવવા ધારાની હત્યા કરવામાં આવી હતી. હત્યાબાદ ધારા ભાગી ગઈ છે, તેવું નાટક રચી આખો ઘટનાક્રમ ઉભો કરવામાં આવ્યો હતો. આટલું જ નહિ આ આરોપીઓએ મિત શાહની માતાને ધારાની સાડી પહેરાવી પાલડીમાં ફેરવી હતી. જેનાથી લોકો એમ સમજે કે, ખરેખરમાં આ તે જ યુવતી છે અને તે ભાગી ગઈ છે. હાલ પોલીસે સુરજ ભુવાજી સહિત 8 લોકોની ધરપકડ કરી છે.
કોની-કોની થઇ ધરપકડ
ગુંજન જોશી, સુરજ સોલંકી, મુકેશ સોલંકી, યુવરાજ સોલંકી, સંજય સોહલિયા, જુગલ શાહ, મીત શાહ, મોના શાહ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.