મુંબઈ: એક હેરાન કરનારી ઘટના નવી મુંબઈમાંથી પ્રકાશમાં આવી છે. જેમાં એક 15 વર્ષની કિશોરીએ પોતાની જ સગી માતાની હત્યા કરી નાખી છે. મા દિકરી વચ્ચે અભ્યાસને લઈને અવારનવાર ઝઘડા થતાં હતા. ત્યારબાદ 15 વર્ષની દિકરીએ કરાટે બેલ્ટથી પોતાની જ માતાનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીએ તેને આકસ્મિક મોત ગણાવીને મામલાને દબાવી દેવાની કોશિશ કરી હતી.
30 જુલાઈએ આ ઘટના નવી મુંબઈના એરોલી વિસ્તારમાં બની હતી. રબાલે પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, તેની 40 વર્ષની માતા અને છોકરી ઘણીવાર ઝઘડો કરતી હતી. મહિલા ઇચ્છતી હતી કે, તેની પુત્રી મેડિકલ કોર્સ કરે, પરંતુ પુત્રીને તેમ કર્યું ન હતું. ગયા મહિને યુવતીએ પોલીસમાં તેની માતા વિરુધ ફરિયાદ પણ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે કથિત રીતે પરિવારના સભ્યોનું કાઉન્સેલિંગ કર્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતુ કે, યુવતીએ 30 જુલાઈના રોજ પોલીસને જાણ કરી હતી કે, તેની માતા પડી ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો અને રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે મહિલાનું ગળું દબાવવાથી મૃત્યુ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.