હિંદુ મુસ્લિમ નહિ પણ આ ધર્મના લોકોએ કર્યો Girnar ગિરનારના એક વિસ્તાર પર દાવો- જાણો વિગતવાર

Published on: 4:32 pm, Wed, 23 November 22
હિંદુ મુસ્લિમ નહિ પણ આ ધર્મના લોકોએ કર્યો Girnar ગિરનારના એક વિસ્તાર પર દાવો- જાણો વિગતવાર

જૂનાગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અત્યાર સુધી સમાચારોમાં લેન્ડ જેહાદ બાબતે હંમેશા મુસ્લિમ પક્ષકારો જ કોઈ જમીન પર દાવો માંડતા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. પરંતુ જૂનાગઢમાં ગિરનાર (Girnar) પર્વત પર આવેલા ગુરુ દત્તાત્રેય શિખર પર ગુજરાત બહારના બે એવા વ્યક્તિઓએ દાવો કર્યો છે, જેને મુસ્લિમ કે હિન્દુ ધર્મ સાથે લેવાદેવા નથી.

જૂનાગઢના ગિરનાર પર્વત પર ટોચ પર બેસેલા ગુરુ દત્તાત્રેય ભગવાનના શિખર પર રાજસ્થાન અને મધ્યપ્રદેશના બે જૈન ભક્તોએ મંદિર ના બાંધકામને દૂર કરવા આદેશ આપવામાં આવે તેવી માંગણી સાથે જૂનાગઢની કોર્ટમાં દાવો કર્યો છે. આ અંગે પેપરમાં પ્રસિદ્ધ થયેલી નોટિસને પગલે જુનાગઢ પંથકમાં અને ધર્મ પ્રેમી જનતાઓમાં વિવાદ સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Girnar પર્વતની આ જગ્યા પર રાજસ્થાન અલવરના ખીલીમલ મહાવીર પ્રસાદ જૈન નામના સિનિયર સિટીઝને દાવો કર્યો છે. જેમાં ગુજરાત સરકારને સામા વાળા તરીકે દર્શાવવામાં આવ્યા છે. અન્ય એક મધ્યપ્રદેશના ગ્વાલિયરના સુભાષચંદ્ર કપુરચંદ જૈન નામના વ્યક્તિએ પોતાના વકીલ મારફત જુનાગઢ મુખ્ય દાહોદ દાખલ કર્યો છે.

આ દાવો દાખલ થતાની સાથે જ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, ગુરુદત્તાત્રેય શિખર નું નામ પાંચમી ટુંક છે અને તેના પર 22 માં તીર્થંકર નેમીનાથજીના દર્શન કરવામાં કોઈ અડચણ ન આવે અને સિમેન્ટથી ચોંટાડવામાં આવેલ ભગવાન નેમીનાથની પ્રતિમાના સ્થાનમાં કોઈ ફેરફાર ન થાય તેવી માંગણી કરાઈ છે. આઝાદી બાદ કરવામાં આવેલું બાંધકામ દૂર કરીને આઝાદી વખતે જેવું બાંધકામ હતું તેવું જ ફરીથી પુનઃસ્થાપન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.