એશિયાના સૌથી મોટા ગિરનાર ‘રોપ વે’નું આવતીકાલે PM મોદીના હસ્તે થશે ઈ-લોકાર્પણ, જાણો ટીકીટના ભાવ

ગુજરાત સહિત સમગ્ર દેશનાં લોકો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં એ ક્ષણ હવે ખુબ નજીક આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ…

ગુજરાત સહિત સમગ્ર દેશનાં લોકો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં એ ક્ષણ હવે ખુબ નજીક આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ આવતીકાલે એટલે કે, (24 ઓક્ટોબર વર્ષ 2020નાં રોજ ગિરનાર રોપ-વે નું લોકાર્પણ થવા માટે જઈ રહ્યું છે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને PM મોદીનાં હસ્તે ઇ- શુભારંભ કરવામાં આવશે. આ અવસર પર ગિરનાર ખાતે રાજ્યના CM વિજય રૂપાણી હાજર રહેશે. પહેલી ટ્રોલીમાં CM રૂપાણી બેસીને અંબાજી માતાના દર્શન કરશે. ટ્રોલીમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ બેસશે.

ઊર્જામંત્રી સૌરભ પટેલ પણ અંબાજીની આરાધના કરશે. આની સાથે જ સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહેશે. આવતીકાલે ગિરનાર રોપ-વેનું ઈ-શુભારંભ થવાનું હોવાને લીધે રોપ-વેની ટ્રોલીઓને ફૂલહારથી શણગારવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં હાલમાં કુલ 3 જગ્યાએ રોપ-વે કાર્યરત રહેલાં છે.

હવે ગિરનાર રોપ-વે રાજયનો ચોથો રોપ-વે બનશે. 24 ઓકટોબરે PM મોદીના હસ્તે ઈ. લોકાર્પણ કરવામાં આવશે. રોપ-વેને સેન્ટ્રલ ઈલેકટ્રીકલ સર્ટિફિકેટ મળી ગયું છે. હાલમાં લોકાર્પણ માટેની તૈયારીઓ અન્તીન તબક્કામાં ચાલી રહી છે. એશિયાનો સૌથી મોટો રોપ-વે જૂનાગઢમાં બનીને તૈયાર થઈ ગયો છે. આ રોપ-વે નું અંતર કુલ 2.3 કિમી છે. એને બનાવવા માટે કુલ 130 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વીડીયો કોન્ફરનસના માધ્યમથી લોકાર્પણ કરીને જાહેર જનતા માટે રોપ-વે ને ખુલ્લો મૂકવામાં આવશે. ‘ઉષા બ્રેકો’ નામની કંપનીએ એશિયોનો સૌથી લાંબો તથા મોટો રોપ-વે તૈયાર કર્યો છે. એની ક્ષમતા માત્ર 1 કલાકમાં કુલ 800 પ્રવાસીઓની હેરફેર કરી શકવાની છે.

એક દિવસમાં કુલ 8,000 લોકોના વહનની ક્ષમતા ધરાવે છે. રોપ–વે પ્રોજેક્ટ માટે કુલ 9 ટાવર બનાવવામાં આવ્યા છે. ગ્લાસ ફલોરની કેબિનમાં એક સાથે કુલ 8 લોકો બેસવાની ક્ષમતા ધરાવે છે. ગિરનાર રોપ-વેથી ટુરિઝમને વેગ મળશે.

હાલમાં ગુજરાતમાં પાવાગઢ ખાતે કુલ 763 મીટર, અંબાજી ખાતે કુલ 363 મીટરનાં પ્રાઈવેટ રોપવે કાર્યરત રહેલા છે. ગિરનાર રોપ-વે ગુજરાતનો ચોથો રોપ-વે બનશે. ગિરનાર રોપવેની લંબાઈ કુલ 2,320 મીટર તથા ઉંચાઈ કુલ 900 મીટર છે. ગિરનાર રોપ-વે દેશનો સૌથી ઉંચો રોપ-વે બનશે.

કંપનીએ રોપ-વે માં જવાનાં ટીકીટના ભાવ નક્કી કર્યાં:
જૂનાગઢ રોપ-વેની ટિકિટનો દર કંપની દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. એશિયાનો સૌથી મોટો રોપ-વેમાં બેસવા માટે  કુલ 750 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. બાળકો માટેની ટિકિટનો દર કુલ 350 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે તથા રોપ-વેની વન-વે ટિકિટનો દર કુલ 400 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *