રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં નોબેલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રીએ ભારત સરકારને આપી સલાહ

કોરોનાવાયરસને કારણે લાગુ થયેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે ઈકોનોમીને થયેલા નુકસાન અંગે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અર્થતંત્રમાં નોબેલ પ્રાઈઝ વિજેતા અભિજીત બેનરજી સાથે વાતચીત કરી હતી.

દેશની અને અર્થતંત્ર ફરી પાટે ચઢાવવા માટે બેનરજીએ કહ્યુ હતુ કે, લોકોને રોકડ રકમ મળે તે બહુ જરુર છે તેમજ તેમનુ દેવુ પણ માફ કરવુ પડશે.ભારત સરકારે પણ અમેરિકાની જેમ મોટુ પેકેજ જાહેર કરવુ પડશે.જેથી લોકોના હાથમાં રોકડ પૈસા પહોંચે અને તેનાથી બજારમાં ડિમાન્ડ વધારી શકાય.

રાહુલ ગાંધીએ તેમને પૂછેલા સવાલના જવાબમાં બેનરજીએ કહ્યુ હતુ કે, ન્યાય યોજનાની જેમ લોકોને પૈસા આપવામાં આવે તો સારુ જ છે.જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકોના હાથમાં પૈસા આવશે તો ખોટુ નથી.એક રીતે આ પ્રોત્સાહન હશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ જો કોંગ્રેસની સરકાર બને તો ન્યાય યોજના હેઠળ પાંચ કરોડ ગરીબ પરિવારોને વર્ષે 72000 રુપિયા આપવાનો વાયદો કર્યો હતો.

અભિજિત બેનરજીએ કહ્યુ હતુ કે, બેંકો સામે પડકાર સર્જાશે અને નોકરીઓ બચાવવી મુશ્કેલ હશે.આ વાત સાચી પડવાની છે.આપણે ત્યાં હજી અમેરિકા જેવુ મોટુ પેકેજ જાહેર થયુ નથી.ઉદ્યોગોને મદદ કરવાની અને વર્તમાન ક્વાર્ટરનુ દેવુ માફ કરરવાની જરુર છે.ડિમાન્ડની સમસ્યા છે કારણકે કોઈની પાસે પૈસા નથી અને કોઈ ખરીદી કરી રહ્યુ નથી.આ સંજોગોમાં લોકોને આર્થિક મદદ પહોંચાડવામાં વિલંબ કરવો પણ યોગ્ય નથી.

તેમણે કહ્યુ હતુ કે, લોકડાઉન આગળ વધારવાથી કોઈ ફાયદો નહી થાય.સરકારે હાલમાં ત્રણ મહિના સુધી મફત રાશન આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.જેમની પાસે બેન્ક એકાઉન્ટ નથી તેમને પૈસા પહોંચાડવા માટે સરકારે વિચારવુ જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *