ભાજપમાં એક કેરી સડેલી છે. જે પાટીદાર સમાજને અલગ કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમની સામે ખાસ કરીને ગુજરાતના પાટીદારોમાં ભારોભાર આક્રોશ જોવા મળે છે.
આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં અમિત શાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં અનામતની માગણી સાથે આંદોલન કરી રહેલા પાટીદારો પર પોલીસે જે અત્યાચાર ગુજાર્યો તેની પાછળ પણ અમિત શાહ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.
ઉપરાંત સરકાર અને સંગઠનમાં અમિત શાહે આનંદીબેન પટેલના વિશ્વાસુ તેમજ મજબૂત ગણાતા પાટીદારોને કોઈ જગ્યાએ સ્થાન આપ્યું નથી. અમિત શાહે અનેક વખત મિટીંગમાં એવું કહ્યું હતું કે આપણે પાટીદારો વગર પણ ચૂંટણી જીતી શકીશું. આવી બધી સ્થિતિને કારણે ગુજરાતના પાટીદારોમાં અમિત શાહની સામે આક્રોશ જોવા મળે છે.
જનરલ ડાયરને હરાવવા માટે પાટીદારો એક થઈ રહ્યા છે. 23મી એપ્રિલે મતદાન થવાનું છે તે પહેલા જ પાટીદારોએ સોશિયલ મીડિયા પર અમિત શાહની વિરુદ્ધમાં ઝુંબેશ શરૂ કરી છે. જેમાં જાતજાતના લખાણ લખવામાં આવે છે. અમિત શાહે જ પાટીદારોના ભાગલા પડાવ્યા છે માટે તેમને ગાંધીનગર લોકસભાની બેઠક પરથી હરાવી દેવા જોઈએ. એ પ્રકારનું લખાણ લખતા મેસેજો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો મેસેજ અહીં પ્રસ્તુત કર્યો છે.
મારી વિનંતી પાટીદાર સમાજ માટે
– હું એક પટેલની દીકરી છું. આજે મારા પાટીદાર સમાજ માટે કહેવા માગુ છું કે જયારે પાટીદાર સમાજ આંદોલન કરતા હતા ત્યારે જે અમને સરકાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવ્યા છે તે ભુલી શકાય તેમ નથી.
– ગુજરાતમાં પાટીદાર સમાજનુ વર્ચસ્વ હતું. તેને કોઈએ તોડયું હોય તો આપણા પાટીદાર સમાજના વિરોધી અમિત શાહ.
– આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે આપણા પાટીદાર સમાજ ને અંદરો અંદર ઝઘડાવી પાટીદાર સમાજને નીચે પાડી દીધા હતા.
– નીતિનભાઈ છે પણ તેમની સાથે અલગ વ્યવહારો કરવા લાગ્યા છે.
– આપણે ભાજપ વિરોધી નથી પણ એક કેરી(અમિત શાહ) સડેલી છે. તે તમામ પાટીદાર સમાજને અલગ અલગ કરી રહ્યા છે.
– પાટીદાર સમાજને કોઈ પાછળ પાડે તો અમિત શાહ છે.
– સમગ્ર ભારતમાં બધી સીટો પર ભાજપ જીત મેળવે તો ચાલશે પણ અમિત શાહ હારવો જોઈએ.
– અમિત શાહ જીતી જશે તો પાટીદાર સમાજનુ પતન.
– જયારે મને એવુ પુછ્યું હતું કે તમે પટેલ છો તો મે હા પાડી તો મને જે ડંડા મરાયા હતા તે આજે પણ મને આંસુ આવે છે.
– પાટીદાર સમાજ ની એકતા તોડી હોય તો અમિત શાહ.
– અમિત શાહની પત્ની કોણ છે તમે જાણો છો?
– પાટીદાર સમાજને બચાવવા માટે અમિત શાહનુ પતન.
– નરહરિ અમીનને આજે પાટીદાર સમાજ ભુલી ગયા છે.
– પાટીદાર સંગઠનો વચ્ચે રાજકીય પાર્ટીઓ વચ્ચે પડી ભાગલા પાડી દીધા છે.
– આજે રાજપૂત સમાજ મહાકાલ સેના ગુજરાતમાં અને કરણી સેના ભારતમાં એકતા બનાવી રહ્યા છે.
– પાટીદાર સમાજ જાગો અને પાટીદાર સમાજ વિરોધી અમિત શાહનુ નામ નિશાન રાજકારણમાથી બહાર કાઢી નાખો.
– હું લેઉવા પટેલ કે કડવા પટેલ નથી. હું ફક્ત પાટીદાર છું.
– આપણે કોઈ પાર્ટીનો વિરોધ નથી.
– ફક્ત અમિત શાહથી પાટીદાર સમાજને બચાવવા વિનંતી.
– અમિત શાહ ટૂંક સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિમણૂંક થશે.
– ગુજરાતમાં મુખ્યમંત્રી પાટીદાર જોઈએ.
– જય સરદાર જય ઉમીયા. જય ખોડીયાર. જય પાટીદાર…વિચારો વિચારો પાટીદાર સમાજ.
– અમિત શાહ ને હરાવી પાટીદાર સમાજ માટે બલીદાન આપો…….