ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ: 36 કિલો ચાંદીમાંથી બનાવાયા ભગવાનના વાઘા- વિડીયો જોઇને મન મોહી જશે

સુરત(Surat): ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ(Global Patidar Business Summit)નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન 29 એપ્રિલ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ પર વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા ઉદ્યોગ સાહસિકો, નવા સ્ટાર્ટઅપ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ પહેલા દિવસે એક લાખથી વધુ લોકોએ સમિટની મુલાકાત લીધી હતી. યુવા ઉદ્યોગ સાહસિકો માટે આ સમિટ મહત્વની છે.

ગ્લોબલ સમિટમાં અનોખું સરદાર પેવેલિયન બનાવવામાં આવ્યું:
ગ્લોબલ સમિટમાં અનોખું સરદાર પેવેલિયન બનાવવામાં આવ્યું છે. સરદાર પટેલના જીવનની ઝાંખી અને સરદારની સિદ્ધિઓની ઝાંખી દર્શાવવામાં આવી છે. ગ્લોબલ સમિટમાં કારગીલના શહીદોને યાદ કરવામાં આવ્યા છે. ગ્રામીણ જીવનના આબેહૂબ કટઆઉટ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પાટીદારોના ઈતિહાસ પરની ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવી છે.

36 કિલો ચાંદીમાંથી ભગવાનના વાઘા બનાવાયા:
સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ખુબ જ કિંમતી ભગવાનના વાઘા જોવા મળ્યા છે. પ્રેમવતી જવેલર્સ દ્વારા 40 લાખની કિંમતના 36 કિલો ચાંદીમાંથી બનાવેલા ભગવાનના વાઘા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. 18 કારીગરો દ્વારા સતત ત્રણ મહિના સુધી મહેનત કરવામાં આવી હતી. ચાંદીના વાઘાને ગોલ્ડ પ્લેટેડ કરવામાં આવ્યા છે. વાઘામાં બારીક મીનાકારી મોરપીંછની આબેહુબ ડિઝાઈન પણ બનાવવામાં આવી છે. સુરતના પ્રેમવર્તી જ્વેલર્સ દ્વારા ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા છે.

400 ગ્રામની સોનાની વીટી:
40 લાખની કિંમતના 36 કિલો ચાંદીમાંથી બનાવેલા ભગવાનના વાઘાની સાથે સાથે 400 ગ્રામ સોનાની વીટી પણ બનાવવામાં આવી છે. જેની અંદાજે કિંમત 22 લાખ રૂપિયા જેટલી છે. જો વાત કરવામાં આવે તો 36 કિલો ચાંદીમાંથી બનાવેલા ભગવાનના વાઘા અને 400 ગ્રામ સોનાની વીટીને જોવા માટે લોકોની લાઈનો લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *