આજે છે ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકરનો જન્મ દિવસ, જાણો સંઘર્ષથી સફળતા સુધીની કહાની

ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર ગણાતા સચિન તેંદુલકર ફક્ત ભારત જ નહી પરતું સમગ્ર દુનિયાના ક્રિકેટ પ્રેમીઓના દિલમાં સ્થાન લઇ ચુક્યા છે. ક્રિકેટમાં અનેક પ્રકારના રેકોર્ડ બનાવનાર અને સૌથી નાની ઉમરે સર્વોચ્ચ નાગરિક ‘ભારત રત્ન’થી સન્માન થનાર ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંદુલકરનો આજે 48 મો જન્મ દિવસ છે.

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973 ના રોજ રોજ બોમ્બે (હાલના મુંબઈ) ખાતે રાજાપુર સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એવા તેમના પિતા રમેશ તેંડુલકર મરાઠી નવલકથાકાર હતા અને તેમણે તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી સચિન નામ પાડ્યું હતું. તેંડુલકરના મોટા ભાઈ અજીતે તેમને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. આ ઉપરાંત સચિનને નીતિન નામે એક ભાઈ અને સવિતાઇ નામે એક બહેન હતા.તેમણે સાહિત્ય સહવાસ સહકારી હાઉસિંગ સોસાયટી, બાન્દ્રા (પૂર્વ), મુંબઈ માં પોતાના શરૂઆતના વર્ષો ગાળ્યા.તેમણે જહોન મેકએનોરે ને આદર્શ ગણી ટેનિસમાં રૂચિ દેખાડી હતી.

સચિન તેંડુલકરને તેમના માતા પ્રેમથી ‘સચ્ચું’ કહીને બોલાવતા હતા. સચિનને નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે ખુબ લગાવ હતો. ફક્ત 5 વર્ષની ઉમર થતા જ બેટ હાથમાં લઇ લીધું હતું. સચિનનો ક્રિકેટ પ્રત્યે જુસ્સો અને ઉત્સાહ જોઇને તેમના મોટાભાઈ અજીત તેંડુલકરે સચિનને ક્રિકેટ એકેડમીમાં જોડાવવા માટે સાચી સલાહ અને પ્રોત્સાહન આપ્યું.

તેંડુલકર શારદાશ્રમ વિદ્યામંદિર માં (હાઇસ્કૂલ) અભ્યાસ કરતા હતા, જ્યાં તેમણે કોચ અને ગુરૂ રમાકાન્ત આચરેકર ના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કારકિર્દીની શરૂઆત કરી હતી. શાળા ના દિવસો દરમિયાન તેમણે ઝડપી ગોલંદાજ ની તાલિમ લેવા માટે એમઆરએફ પેસ ફાઉન્ડેશન માં જોડાયા હતા,પરંતુ 3૫૫ ટેસ્ટ વિકેટો નો વિક્રમ ધરાવનારા ડેનિસ લિલી પર તેઓ અસર ઉપજાવી શક્યા ન હતા અને લિલી એ તેમને બેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.

શાળા માં તેઓ અસાધારણ પ્રતિભા ધરાવતા બાળક તરીકે નામના ધરાવતા હતા. મુંબઇ ના વર્તુળો માં તેઓ વાતચીત નો એક સામાન્ય મુદ્દો બની ગયા હતા. લોકો અગાઉ થી એવું માનતા કે ભવિષ્ય માં તેઓ મહાન ખેલાડી બનશે. વર્ષ ૧૯૮૮ તેંડુલકર માટે અસામાન્ય રહ્યું હતું. જેમાં તેમણે રમેલી દરેક ઇનિંગ્સ માં સદી ફટકારી હતી. ૧૯૮૮ માં લોર્ડ હેરિસ શીલ્ડ ઇન્ટર-સ્કૂલ મેચ માં નોંધાયેલી ૬૬૪ રન ની અખંડિત ભાગીદારી માં તેંડુલકર અને તેમના મિત્ર અને ટીમ ના સાથી વિનોદ કામ્બલી સંકળાયેલા હતા. કામ્બલી એ પણ ભારતીય ટીમનું પ્રતિનીધિત્વ કર્યુ હતું. આ આક્રમક જોડીએ એક બોલર ને રડાવી દીધો હતો અને વિરોધી ટીમ ને રમત બંધ કરવા પર મજબૂર બનાવી દીધી હતી. તેંડુલકરે તે ઇનિંગ્સ માં 3૨૬ તેમજ તે ટુર્નામેન્ટ માં એક હજાર ઉપર રન કર્યાં હતા. ૨૦૦૬ સુધી આ ભાગીદારી ક્રિકેટ ના કોઇ પણ સ્વરૂપ ની સૌથી મોટી હતી. ભારત ના હૈદરાબાદ ખાતે યોજાયેલી એક મેચ માં અંડર-૨૩ ની જોડી એ આ વિક્રમ તોડ્યો હતો.

તેઓ જ્યારે ૧૪ વર્ષ ના હતા ત્યારે ભારત ના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે તેમના પોતાના અલ્ટ્રા લાઇટ પેડ્સ ની એક જોડી તેને આપી હતી. આ ઘટના ના ૨૦ વર્ષ પછી ગાવસ્કર નો ૩૪ ટેસ્ટ સદીઓ ફટકારવા નો વિશ્વ વિક્રમ તોડ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તે મારા માટે સૌથી મોટી પ્રોત્સાહક પળ હતી. ૧૯૯૫ માં સચિન તેંડુલકર પિડીયાટ્રિશીયન અને ગુજરાતી ઉદ્યોગપતિ આનંદ મહેતા ની દિકરી અંજલી ને (જન્મ ૧૦ નવેમ્બર, ૧૯૬૭) પરણ્યા હતા. તેઓના બે બાળકો છે, સારા (જન્મ ૧૨ ઓક્ટોબર, ૧૯૯૭)અને અર્જુન (જન્મ ૨૪ સપ્ટેમ્બર, ૧૯૯૯).

સચિનને બાળપણથી ક્રિકેટ રમવાનો ખુબ જ શોખ હતો. જયારે તેઓ નાનપણમાં ક્રિકેટ રમતા ત્યારે આજુબાજુના ઘરના કાચ તોડી નાખતા હતા. ત્યારે કોને ખબર હશે કે ઘરની બારીના કાચ તોડનાર એક દિવસ ‘ગોડ ઓફ ક્રિકેટ’ના નામથી ઓળખાશે. સચિન તેંદુલકરને તેમના ભાઈ અજીત તેંદુલકર કોચ રમાકાંત આચરેકર પાસે લઇ ગયા.તમને આ વાત જાણતા નવાઈ લાગશે કે ક્રિકેટની ખુબ જ પ્રેક્ટીસ કરનાર સચિન તેંદુલકરને ઘણા મહિનાઓ બાદ ક્રિકેટ રમવાનો મોકો મળ્યો, પણ સચિન તેંદુલકર શરુઆતની બે મેચમાં ઝીરો રન પર આઉટ થય ગયા અને ત્યાર બાદ સચિને હાર ન માની અને પોતાની મહેનત શરૂ રાખી અને પછીની ક્રિકેટ મેચમાં સારું પ્રદશન કર્યું.

સચિન તેંદુલકર તેમના કોચ ગણાતા આચરેકર પર ખરા ઉતર્યા. સચિન તેંડુલકરે પોતાના ઈન્ટરવ્યું દ્વારા વાત જણાવી છે કે તે તમામ પ્રકારની ઉમરના ખેલાડીઓ સાથે ક્રિકેટ રમતા હતા. સચિન તેંડુલકરની ખતરનાક બેટિંગ જોઇને મોટી ઉમરના ખેલાડીઓ આશ્વર્યચકિત થય જતા. આખરે સચિનનું એક જ સપનું હતું કે તે ભારતને વર્લ્ડકપ અપાવે અને આ સપનું ઘણા વર્ષોની મહેનત પછી આખરે સાકાર થયું.

સચિનની આ અવનવી વાત જાણીને તમે પણ તેમના પર ગર્વ અનુભવશો. સચિન જયારે એકેડમીમાં પોતાની તાલીમ લઇ રહ્યા હતા ત્યારે તેમના કોચ ગણાતા રમાકાંત આચરેકર બોલરોને ચેલેન્જ આપતા કે, આખા દિવસ દરીમિયાન કોઈ બોલર સચિનને આઉટ કરી દેશે તેમને એક સિક્કો મળશે અને સાથે એ પણ કહેતા કે જો કોઈ બોલર સચિનને આઉટ નહિ કરી શકે તો તે સિક્કો સચિનને મળશે. સચિન તેંડુલકરે આવા 13 જેટલા સિક્કાઓ ભેગા કર્યા હતા જે હજુ પણ તેમની પાસે ઉપલબ્ધ છે.

સચિન તેંડુલકરને ફક્ત તેની દમદાર બેટિંગ કે અન્ય બનાવેલા વિશ્વ રેકોર્ડને કારણે જ “ગોડ ઓફ ક્રિકેટ” કહેવામાં નથી આવતા પરંતુ તેમના સારા સ્વભાવ અને અન્ય લોકો સાથેના વ્યવહારના કારણે પણ તેમને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. સચિન તેંડુલકરે સામે વાળા સાથે ઝઘડો કે બોલાચાલી કર્યા વગર ઉંધા જવાબ આપવાને બદલે તેઓ પોતાની બેટિંગથી જ સામે વાળાને વળતો જવાબ આપતા. સચિન તેંડુલકરે ઘણા રેકોર્ડ્સ પોતાના નામ કર્યા છે, પણ તેઓ હમેંશા દેશ માટે સારું ક્રિકેટ રમ્યા છે જે આખા ભારત દેશ માટે ગર્વની વાત કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *