હિમાચલ પ્રદેશમાં પ્રખ્યાત અને માન્યતા પ્રાપ્ત તીર્થસ્થળો છે જેને દેવ ભૂમિ કહે છે. આ સાથે અહીં ઉપલબ્ધ જગ્યાઓના કારણે હિમાચલ પ્રવાસીઓમાં પણ જાણીતું છે. તેની પ્રસિદ્ધિમાં ઉમેરો એ છે કે ચંબા જિલ્લામાં આવેલું પ્રખ્યાત દેવીપીઠ ભલેઇ માતા મંદિર.
ભલેઇ માતાના મંદિરે દરરોજ હજારો ભક્તો દર્શન કરે છે, પરંતુ અહીં નવરાત્રીમાં વિશેષ ભીડ જોવા મળી રહે છે. આ મંદિર તેની વિચિત્ર માન્યતા માટે વધુ જાણીતું છે, જેના આધારે અહીં આવતા ભક્તોની વિશેષ આસ્થા છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરમાં માતા દેવીની મૂર્તિ છે, તે મૂર્તિ માંથી પરસેવો પડી રહ્યો છે.
લોકો એવું પણ માને છે કે, જે સમયે દેવી માની મૂર્તિને પરસેવો આવે છે, ત્યારે ત્યાં હાજર દરેક ભક્તોની બધી ઇચ્છાઓ પૂરી થાઈ છે. ઉલ્લેખનીય છે કે ભલેઇ એક એવું દેવીપીઠ છે જે અંગે અહીંના પુજારીઓ કહે છે કે, દેવી માતા આ ગામમાં પ્રગટ થયા હતા. તે પછી આ મંદિર બનાવવામાં આવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news