સુરત(ગુજરાત): નાનપુરા વિસ્તારના એક યુવકે 4 કરોડમાં કીડની વેચવામાં 14.78 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. ગૂગલ પર સંપર્ક કરીને બેંગ્લોરની મનીપાલ હોસ્પિટલના ડોક્ટર હોવાની જાણ કરી યુવકને વિશ્વાસ મેળવીને કીડની વેચાણની પ્રોસેસના વિવિધ ચાર્જના નામે થોડે થોડે લાખો રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે યુવકની ફરિયાદ પછી તપાસ કરી વેસ્ટ આફ્રિકાના આરોપીને બેંગ્લોરથી ધડપકડ કરવામાં આવી છે.
સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સુરતમાં કીડની વેચવા નીકળેલા એક યુવાન પાસે 14.48 લાખ રૂપિયા પડાવી છેતરપિંડીના કેસમાં વેબ સાઇટ બનાવનાર મુખ્ય આરોપી ટોટી ડાગો ગ્રેજીયોર અગેસ્ટીનને બેંગ્લોરથી પોલીસે ધડપકડ કરી છે. આ બનાવમાં ઉપયોગ થયેલા અલગ અલગ બેંકોના કુલ-8 એકાઉન્ટના બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં રૂપિયા 1,31,19,125ના ટ્રાન્જેક્શન થયેલ હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ આરોપીઓએ ફરીયાદી પાસે અલગ અલગ બેંકોના કુલ 6 એકાઉન્ટમાં કુલ 3,14,78,400 રૂપિયા જમા કરાવ્યા હતા. તે માંથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ 37,50,401 ફ્રીઝ કરવામાં આવ્યા છે. આરોપીએ અલગ અલગ દેશો જેવા કે, ઓસ્ટ્રેલીયા, કેનેડા, યુ.કે., સ્પેન, પોલેન્ડ, બેલ્જીયમ વગેરે દેશોના વિઝા ટ્રેકીંગની ફેક વેબસાઇટ બનાવી હોવાનું પણ સામે આવી છે.
પીડિતએ જણાવ્યું હતું કે, તેઓ ગાડીની લે-વેચનું કામ કરે છે. કોરાનાને કારણે લોકડાઉનમાં ધંધો બરાબર નહીં ચાલતા આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યો હતો. આ સમયગાળમાં અનેક પ્રકારે પોતાના અને બહેનના લગ્ન કર્યા હોવાથી માથે દેવું થઇ ગયું હતું. નકારાત્મક વિચારો અને માનસિક તાણવ અનુભવી રહ્યો હતો. એક વાર કીડની વેચવાનો વિચાર આવતા તેને ગૂગલ પર “સેલ કીડની ફોર મની” એવું સર્ચ કર્યું હતું. જેમાં એક વેબસાઇટ ઓપન કરતા તેમાં ડો.શિલ્પાકુમાર નામ અને મોબાઇલ નંબર મળ્યો હતો.
વેબસાઇટમાં બેંગ્લોરનો ફોટોગ્રાફ અને મનીપાલ હોસ્પિટલ હતો. આ મોબાઇલ નંબર પર કોલ કરતા કોલ રિસિવ કરી કટ કરી દીધો હતો. ત્યારબાદ તેને સામેથી વોટ્સએપ કોલ કર્યો હતો. મહિલાએ પોતાનું નામ ડો.શિલ્પાકુમાર જણાવી કીડની સેલિંગ અંગે જરૂરી પ્રોસેસ કરીને પર્સનલ ડિટેઇલ્સ મેળવી લીધી હતી. કીડની સેલ કરવા માટે રજિસ્ટ્રેશન ફી રૂપિયા 9999 બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ નેફોલોજી એક્ઝામીનર્સ વીથ નેશન કીડની ફેડરેશનનું સર્ટિફિકેટ મોકલી અપાયું હતુ.
ડો.શિલ્પાએ બેંક એકાઉન્ટમાં 2 કરોડ ટ્રાન્સફર થયા બાદ કીડની ડોનેટ કરવાની પ્રક્રિયા કરાશે અને ત્યારબાદ બીજા 2 કરોડ એકાઉન્ટમાં જમા થશે તેવું જણાવ્યું હતું. નાણાં ટ્રાન્સફર કરવાની ફી પેટે તેને 35500 પણ ઓનલાઈન લેવાયા હતા. વોટ્સએપ કોલમાં સંપર્કમાં રહ્યા બાદ એક મેઈલ મોકલવામાં આવ્યો હતો. જે મેલમાં મોકલનાર રૂચિર સોનકર કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રિજનલ મેનેજર હોવાનું જણાવાયું હતું.
પીડિત અરબાઝે વધુમાં જણાવ્યું હતું કે, આ રીતે વિશ્વાસ મેળવ્યા બાદ અપગ્રેડિંગ એસેસ કોડ, ઇન્કમટેક્ષ પેટે, આઇસીટી કોડ, એમ એફ કોડ વગેરે જેવા ચાર્જના નામે ટુકડેટુકડે લાખો રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ રીતે 14.78 લાખ ઓનલાઇન પડાવી લીધા હતા. છતાં 2 કરોડ બેંક એકાઉન્ટમાં જમા થયા ન હતા. શંકા જતા મેં બેંગ્લોર જઇ મનિપાલ હોસ્પિટલમાં તપાસ કરતા હોસ્પિટલમાં કીડની વેચાણની કોઇ પ્રવૃત્તિ થતી ન હોવાનું જાણવા મળ્યું હતુ. આખરે ચીટિંગનો અહેસાસ થતા મેં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી.
સાયબર ક્રાઈમના ગુનામાં ઉપયોગ થયેલા ફેક વેબસાઇટ બનાવનાર વિદેશી આરોપી ટોટી ડાગો ગ્રેજીયોર અગેસ્ટીન, વેસ્ટ આફ્રિકાને આઇડેન્ટીફાય કરી બેંગ્લોરમાંથી શોધીને તેની ધડપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.