બારડોલી નજીક કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ફાટી નીકળી ભયંકર આગ- 1 વ્યક્તિ જીવતો ભડથું થયો, 3 નો આબાદ બચાવ

ગુજરાત(Gujarat): બારડોલી(Bardoli) તાલુકાના નવી કીકવાડની સીમમાં હાઇવે પર બાઇકચાલકને બચાવવાના ચક્કરમાં માર્બલ ભરેલું કન્ટેનર સામેના ટ્રેક પર પહોંચી ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત(Container and truck…

ગુજરાત(Gujarat): બારડોલી(Bardoli) તાલુકાના નવી કીકવાડની સીમમાં હાઇવે પર બાઇકચાલકને બચાવવાના ચક્કરમાં માર્બલ ભરેલું કન્ટેનર સામેના ટ્રેક પર પહોંચી ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત(Container and truck accident) સર્જાયો હતો. જેને કારણે થોડી ક્ષણોમાં આગ ફાટી નીકળતા સ્થાનિક લોકો તાત્કાલિક જીવના જોખમે 3 ને બચાવી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક યુવક ફસાઈ જવાને કારણે અંદર જ આગમાં ભડથું થઈ ગયો હતો. આગને લીધે બન્ને તરફ વાહનોની લાંબી લાઈન લાગી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી આગ કાબુમાં લીધા બાદ વાહન વ્યવહાર બે કલાકે રાબેતા મુજબ શરુ થયો હતો.

ગુરુવાર એટલે કે ગઈકાલના રોજ સાંજે એક ટ્રક નંબર RJ 04 GB 6852 માર્બલ ભરેલી વ્યારા તરફ સુરત ધૂલીયા નેહાનં.53 પર બારડોલીના નવી કીકવાડની સીમમાં કટ નજીકથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ એક મોટર ચાલક આવી જતા ચાલકે બચાવવાના ચક્કરમાં ટ્રક ભરેલી હોવાથી બ્રેક લગાડવા છતાં પણ કટમાંથી સામેના ટ્રેક પર ઘુસી ગઈ હતી અને વ્યારા તરફથી બારડોલી તરફ આવતી ખાંડ ભરેલી ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા મોટો અકસ્માત થયો હતો. ક્ષણવારમાં જ બન્ને ટ્રકના કેબિનમાં આગ ફાટી નીકળી હતી.

મળતી માહિતી અનુસાર, પાસે જ ગામનું બસ સ્ટેન્ડ હોય અને સ્થાનિક દુકાનદાર સહિત ગામવાસીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને 2 લોકોનો આબાદ બચાવ કર્યો હતો. જ્યારે એક ફસાય ગયો હતો અને દોરડા વડે બાંધીને પતરું ખેંચી બહાર કાઢવામાં આવ્યો હતો. આબાદ બચાવ કરવામાં આવેલ ત્રણ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે માર્બલ ભરેલી ટ્રકમાં સવાર એક યુવક બહાર ન નીકળી શકવાને કારણે અંદર જ આગમાં ભડથું થઈ ગયો હતો. આગની જાણ ફાયરને કરવામાં આવતા બારડોલી પાલિકાના ફાયર અધિકારી પી.બી. ગઢવી ટીમ સાથે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બારડોલીના પી.આઈ. પી.વી.પટેલ પણ સ્ટાફ સાથે પહોંચી કાયદો વ્યવસ્થા સાંભળી હતી. બન્ને ટ્રેક પર લગભગ 2 કલાક સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. આગ કાબુમાં આવ્યા બાદ વાહનોની અવર જવર રાબેતા મુજબ શરુ કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *