જવેલર્સના કચરામાંથી નીકળતી સોનાની ભૂકી ચોરવાનું કાવતરુ પકડાયુ- ચોર નીકળ્યા એવા વ્યક્તિ કે બધા ગોટાળે ચડ્યા

સુરત(Surat): શહેરના છેવાડે આવેલ ઇચ્છાપોર(Ichchapore)ના જેમ એન્ડ જ્વેલરી પાર્ક(Gem & Jewellery Park)માં આવેલી સોનાના દાગીના બનાવતી કે.પી. સંઘવી જ્વેલર્સ(K.P. Sanghvi Jewelers) પ્રા. લિ. નામની કંપનીની રિફાઇનીંગ લેબના ભૂતપૂર્વ કર્મચારીના ઇશારે રૂ. 23.60 લાખનો 502 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરનાર હાલના કર્મચારી અને સિક્યુરીટી ગાર્ડ સહિત આઠ વિરૂધ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે. પોલીસે આઠ પૈકી છની અટકાયત કરી છે.

સુરતના ઇચ્છાપોરના જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં આવેલી કે.પી. સંઘવી જ્વેલર્સ પ્રા. લિ. નામની સોનાના દાગીના બનાવતી કંપનીના અલગ-અલગ વિભાગમાં મશીન ઉપર દાગીના બનાવતી વખતે એકઠો થતો સોનાનો ડસ્ટ પાઉડર કંપનીની રિફાઇનીંગ લેબમાં પ્રોસેસ કરી તેમાંથી પુનઃ સોનું મેળવવામાં આવે છે. પરંતુ છેલ્લા છ મહિનાના સમયગાળામાં રિફાઇનીંગ લેબમાં પ્રોસેસ થતા પાઉડરમાંથી એકત્રીત થતા સોનાનું ટકાવારીમાં ઘટ જણાતા કંપની માલિક શૈલેષ પુનમચંદ રાઠોડ અને એચઆર મેનેજર પ્રિતેશ ચંપક પટેલ એ તપાસ કરી હતી.

જે અંતર્ગત રિફાઇનીંગ લેબના પ્રકાશ જગદંબા પ્રસાદ અને રાજમણી રામસહાય પટેલ ઉપર શંકા જતા તેમને રહેવા માટે ફાળવવામાં આવેલી ઇચ્છાપોરના સાયણ ટેક્સટાઇલ પાર્કના વેલપાર્કની રૂમમાં સરપ્રાઇઝ ચેંકીગ કર્યુ હતું. જેમાં 50 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર મળી આવતા શ્રીપ્રકાશે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને ઝડપી પાડી પૂછપરછ કરતા રિફાઇનીંગ લેબના ભૂતપૂર્વ કર્મચારી ચંદનકુમાર સિંધુકુમાર મિશ્રાના કહેવાથી રાજમણી પટેલ, વિનોદર રાજકરણ બિંદ, સુનીલકુમાર આનકાપ્રસાદ મિશ્રા સાથે મળી ડસ્ટ પાઉડરની ચોરી કરી સિક્યુરીટી ગાર્ડ રાજુસીંગ નન્કુસીંગ સિકરવારની સાંઠગાંઠમાં ડસ્ટ પાઉડર ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. આ રીતે વીતેલા એક મહિનામાં 502 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર કિંમત રૂ. 23.60 લાખની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

રિફાઇનીંગ લેબમાંથી સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરનાર શ્રીપ્રકાશ જગદંબા પ્રસાદની પૂછપરછમાં માસ્ટર માઇન્ડ ચંદનકુમાર સિધુંકુમાર મિશ્રા હોવાની કબૂલાત કરી છે. ચંદનકુમાર સાથે તેઓ કંપનીની બહાર મિટીંગ કરી ડસ્ટ પાઉડર ચોરીનો પ્લાનીંગ કરતા હતા. કંપનીમાંથી ડસ્ટ પાઉડર ચોરી કર્યા બાદ મુંબઇના વેપારી અને તેની પત્નીને મોબાઇલ પર સંર્પક કરી સસ્તામાં તેઓને વેચી દેતા હતા અને જે રૂપિયા મળતા હતા તે સરખે હિસ્સે વહેંચણી કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *