સોનાનો ભાવ 50,000 હોવા છતાં અત્યારે ખરીદવું છે ફાયદો- આટલા જ સમયમાં 68 હજારને પાર થઇ જશે કિંમત

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના કારણે ધંધા-રોજગારમાં સતત ઉતાર- ચડાવ આવતા રહે છે. કોરોનાના કારણે શેરબજારમાં ખૂબ જ ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. આજના આ સમયમાં સોનું ખરીદવું ખૂબ જ ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. એક અનુમાન અનુસાર, આવનારા બે વર્ષોમાં તેની કિંમત 68 હજાર રૂપિયા સુધી જઈ શકે છે, હાલમાં સોનાનો ભાવ 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.

ગુજરાતમાં સોનાનો ભાવ રૂ.50 હજારને પાર થઈ ચૂક્યો છે. બુધવારે અમદાવાદમાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે રૂપિયા 800 વધતા સોનાનો ભાવ રૂપિયા 50,300ની સપાટીએ પહોચતા ઓલ ટાઈમ હાઈ થયું હતું. રોકાણકારો સોનામાં રોકાણ પ્રત્યે ખેચાય રહ્યા છે. કોરોના વાયરસની મહામારીના બીજા તબક્કાની શરૂઆતમાં અન્ય રોકાણ કરતા હેજફંડ, ગોલ્ડ તથા ઓર્નામેન્ટ તરફના રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે.

ભાવસપાટી વધતા તેની માઠી અસર આંતરરાષ્ટ્રીય ગોલ્ડ માર્કેટમાં થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની ઊંચાઈ પર 1,795 ડૉલર સુધી પહોંચી ગયું છે. ગત વર્ષે જૂન મહિનામાં સોનું 33,500થી 34,000 રૂપિયા સુધીની રેન્જમાં રહ્યું હતું. જે આ વર્ષે વધીને 50,300 રૂપિયા સુધી પહોંચી ગયું છે. એક તરફ કોરોના વાયરસની મહામારી ઓછી થવાના બદલે વધતી જોવા મળી  રહી છે. તેથી રોકાણકારો આર્થિક સુરક્ષાને ધ્યાને લઈને ગોલ્ડ તરફ વળ્યા છે. બીજી તરફ તેજી માટે વૈશ્વિક બેન્કના જાહેર થતા સ્ટીમ્યુલસ પેકેજ પણ જવાબદાર છે.

નવા રોકાણકારો પણ બીજા કોઈ સાહસ કરવા કરતા ગોલ્ડને સુરક્ષિત માનીને સોનામાં રોકાણ કરી રહ્યા છે. આગામી દિવસોમાં હજું સોનામાં થતા રોકાણમાં નોંધપાત્ર વધારો થવાના એંધાણ છે. વિશ્વના અનેક  દેશમાં સ્લોડાઉન, નબ‌ળા ગ્રોથના IMFના સંકેતના લીધે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું વધીને 1830 ડૉલર સુધી પહોંચે એવી માન્યતાઓ સેવાય રહી છે.

આ અંગે વિશેષજ્ઞોનું કહેવુ છે કે, સોનાના ભાવોમાં તેજીનો ટ્રેન્ડ આવનારા સમયમાં પણ જળવાઈ રહેશે. જિયોપોલિટિકલ ટેન્શન અને IMF તરફથી કરવામાં આવી રહેલી જાહેરાતો તેની કિંમતને હજુ વધુ ઉપર લઈ જશે. જણાવી દઈએ કે, IMFએ કહ્યું છે કે, કોરોના વાયરસ મહામારીના કારણે ખૂબ જ મોટી મંદી આવશે અને તેની રિકવરી ખૂબ જ ધીમે-ધીમે થશે. IMFના જણાવ્યા અનુસાર, ગ્લોબલ આઉટપુટ 4.9 ટકા સંકોચાઈ જશે, જ્યારે વિકાસશીલ દેશોમાં વિકાસ દર 3 ટકા સુધી ઓછો થઈ શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, સોનાની કિંમતો આવનારા એક-બે મહિનાઓમાં જ 50 હજારથી 51 હજારના સ્તરને પાર કરી શકે છે. જ્યારે આવનારા 18-24 મહિનાઓમાં સોનાનો ભાવ 65000-68000ના સ્તર પર પહોંચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *