સતત પાંચમા દિવસે સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઉછાળો -જાણો 14 થી 24 કેરેટ સોના અને ચાંદીના ભાવ

17 એપ્રિલ એટલે કે રવિવારથી ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. જો તમે પણ લગ્નની સીઝન શરૂ થાય તે પહેલા સોનું અથવા સોનાના દાગી(Gold jewelry)ના ખરીદવા માંગો છો, તો તમારા માટે તેના નવીનતમ દરો જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલ રશિયા અને યુક્રેન(Russia and Ukraine) વચ્ચે ચાલી રહેલા 49 દિવસના યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં ક્રૂડ ઓઈલ(Crude oil)ના ભાવમાં અસ્થિરતા વચ્ચે ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટ(Bullion Market)માં અસ્થિરતાનો માહોલ છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં સોના-ચાંદીના ભાવ(Gold-silver prices)માં હલચલ જોવા મળી રહી છે. મંગળવારે સોનું 112 રૂપિયા પ્રતિ દસ ગ્રામ મોંઘુ થઈને 52,622 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ પહેલા સોમવારે સોનું 52,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદી રૂ. 161 મોંઘી થઈને રૂ. 67,833 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. આ પહેલા સોમવારે ચાંદી 67,672 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ હતી.

14 થી 24 કેરેટ સોનાનો તાજેતરનો ભાવ: 
આ રીતે મંગળવારે 24 કેરેટ સોનું 112 રૂપિયા મોંઘુ થઈને 52,622 રૂપિયા થયું હતું. 23 કેરેટ સોનું 111 રૂપિયા મોંઘુ થઈને 52,411 રૂપિયા થયું, 22 કેરેટ સોનું 103 રૂપિયા મોંઘુ થઈને 48,202 રૂપિયા થયું, 18 કેરેટ સોનું 84 રૂપિયા મોંઘુ થઈને 39467 રૂપિયા થયું અને 14 કેરેટ સોનું 66 રૂપિયા મોંઘુ થઈને 30784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના 22 -24 કેરેટ સોનાના અને ચાંદીના ભાવ:
સુરતમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,909, 8 ગ્રામનાં ₹39,272, 10 ગ્રામનાં ₹49,090, 100 ગ્રામનાં 4,90,900 રૂપિયા છે.
સુરતમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,354, 8 ગ્રામનાં ₹42,832, 10 ગ્રામનાં ₹53,540, 100 ગ્રામનાં 5,35,400 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹68.80, 8 ગ્રામનાં ₹550.40, 10 ગ્રામનાં ₹ 688, 100 ગ્રામનાં ₹6,880, 1 કિલોનાં 68,800 રૂપિયા નોંધાયા છે.

અમદાવાદમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,909, 8 ગ્રામનાં ₹39,272, 10 ગ્રામનાં ₹49,090, 100 ગ્રામનાં 4,90,900 રૂપિયા છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,354, 8 ગ્રામનાં ₹42,832, 10 ગ્રામનાં ₹53,540, 100 ગ્રામનાં 5,35,400 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹68.80, 8 ગ્રામનાં ₹550.40, 10 ગ્રામનાં ₹ 688, 100 ગ્રામનાં ₹6,880, 1 કિલોનાં 68,800 રૂપિયા નોંધાયા છે.

વડોદરામાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,911, 8 ગ્રામનાં ₹39,288, 10 ગ્રામનાં ₹ 49,110, 100 ગ્રામનાં 4,91,100 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,356, 8 ગ્રામનાં ₹42,848, 10 ગ્રામનાં ₹53,560, 100 ગ્રામનાં 5,35,600 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે ચાંદીના 1 ગ્રામના ₹68.80, 8 ગ્રામનાં ₹550.40, 10 ગ્રામનાં ₹ 688, 100 ગ્રામનાં ₹6,880, 1 કિલોનાં 68,800 રૂપિયા નોંધાયા છે.

સોનું 3578 અને ચાંદી 12,147 અત્યાર સુધીના ઉચ્ચ સ્તરેથી સસ્તી થઈ રહી છે: 
આ ઉછાળા પછી પણ ગુરુવારે સોનું તેની સર્વકાલીન ઊંચાઈ કરતાં લગભગ 3,578 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020માં સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. તેમજ સોનું 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. આ ઉપરાંત ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ 12,147 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે. ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ 79,980 રૂપિયા પ્રતિ કિલો છે.

આ રીતે જાણો સોનાની શુદ્ધતા: 
જો તમારે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકતા નથી, પરંતુ તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદો: 
તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને વિનિયમો હેઠળ કાર્ય કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *