સોનાના ભાવ ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ, આ કારણે વધી રહ્યાં છે ભાવ

કોરોના સમયગાળામાં સોના-ચાંદીના ભાવોમાં દરરોજ નવો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ 52 હજારના સ્તરને પાર કરી ગયા છે. સોના-ચાંદીના હાલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોમવારે પણ ચાંદીનો ભાવ કિલો દીઠ 64600 રૂપિયા ને પાર કરી ગયો છે, ત્યાં સોનાના ભાવોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વૈશ્વિક બજારોમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં સોનું મોંઘુ બન્યું છે. COMEX પર ગોલ્ડ ફ્યુચર્સ 1938 ડોલર પ્રતિ આઉન્સના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ 1920 ડોલરની સપ્ટેમ્બર 2011ની જૂની સપાટી વટાવી આજે કોમેક્સ ઓગસ્ટ વાયદો ૧૯૨૪ ડોલરના શિખરે પહોંચ્યો છે.

52000 રુપયા થયો સોનાનો ભાવ 

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓ મજબુત થતાં શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 475 રૂપિયા વધીને રૂ. 51,946 પર પહોંચી ગયું છે. પાછલા દિવસે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 51,471 રૂપિયા હતો. દરરોજ સોનાનો ભાવમાં જંગી વધારો થઈ રહ્યો છે. આ સાથે આજે ચાંદીના ભાવ પણ વધ્યા છે. આજ રોજ ચાંદીનો આઠ વર્ષનો ઉચ્ચતમ સ્તર છે. ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ચાર ટકાનો વધારો થયો હતો, જ્યારે ચાંદીમાં 15 ટકાનો વધારો થયો હતો.

છેલ્લા ઘણા સમયથી ભરતમાં બજારો કોરોનાના કારણે બંધ હતા. ભારતમાં બજાર ખુલતા સોનું 53,700ની નવી વિક્રમી સપાટીએ ખુલ્યું છે. ડોલરમાં જોવા મળી રહેલા ઘટાડાના કારણે અને અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદીલીથી સોનું વધી રહ્યું છે. આ ઉપરાંત, હળવા વ્યાજના દર, પુષ્કળ નાણાં પ્રવાહિતા અને કોરોના મહામારીના કારણે આર્થિક મંદી જેવા કારણો પણ સોનાને તેજીમય બનાવવામાં મદદ કરી રહ્યા છે. સોનાની સાથે હવે ચાંદી પણ ચમક વધારી રહી છે. મોડેથી ચાલ દાખવી રહેલ સિલ્વરમાં પણ રેકોર્ડ લેવાલી જોવા મળી રહી છે.

દેશના સૌથી મોટા વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેંજ સોનાના ઓગસ્ટ વાયદામાં સવારે 10.40 વાગ્યે બંધ થયાના અગાઉના સત્રથી રૂ. 735 અથવા 1.44 ટકાના વધારા સાથે 10 ગ્રામ દીઠ રૂ. 51,770 પર ટ્રેડ કરી રહ્યા છે. શેરનો ભાવ 10 ગ્રામ દીઠ  51,833 રૂપિયા પર ગયો, જે અત્યાર સુધીનો રેકોર્ડ સ્તર છે.

માત્ર વૈશ્વિક ફલક પર જ નહિ છેલ્લા એક સપ્તાહથી ભારતમાં પણ સોનું રોજબરોજ નવા રેકોર્ડ સર કરી રહ્યું છે. ભારતમાં પણ ભાવ 53000 પ્રતિ 10 ગ્રામની ઇતિહાસની સૌથી ઊંચી સપાટી છે. વૈશ્વિક સ્તરે ચાંદીએ 24 ડોલરની સપાટી વટાવતા ભારતમાં પણ ભાવ 65000 પ્રતિ કિલો થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *