પુત્રવધુના ત્રાસનાં લીધે વૃધ્ધ સાસુ સસરા પોલીસનાં શરણે પહોંચ્યા દબંગ પુત્રવધુ દ્વારા ગોંડલ મકાનનો કબ્જો કરવામાં આવતા રાજકોટ રહેવાં ચાલ્યાં ગયેલાં સાસુ સસરાના ઘરે જઇને દબંગગીરી કરી. ગોંડલમાં તબીબના પત્નીએ સ્ત્રી બાજુ કાયદાનો ગેરઉપયોગ કરીને વૃદ્ધ સાસુ સસરાને રાજકોટ જીલ્લાનાં ભાડાનાં મકાનમાં રહેવાં મજબુર કર્યા. પછી દબંગ પુત્રવધુ રાજકોટ પહોચી સાસુ સસરા તેમજ પતિને ધમકાવી ખોટાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી. ધમાલ કરતા વૃદ્ધ દંપતી દ્વારા પોલીસ સ્ટેશન દોડી જઇને પુત્રવધુનાં ત્રાસથી છોડાવવા માટેની અરજ કરવામાં આવી હતી.
સ્ત્રી બાજુથી કાયદાનો ગેરઉપયોગનાં ઘણા બનાવો ઉચ્ચવગઁનાં પરીવારોમાં બનતા હોય છે. જેનો ભોગ બની ઘણી ઘટનામાં પ્રતિષ્ઠીત વ્યક્તિઓને જેલમાં જવું પડે છે. સમાજ માટે લાલબતી સમાન બનાવની મળેલ વિગતો અનુસાર રાજકોટ જીલ્લાનાં લક્ષ્મીનગર મેઇનરોડ ત્રિમૂર્તિ ટાવરમાં રહેતાં મુળ ગોંડલના નિવૃત શિક્ષક મનજીભાઈ ધનજીભાઈ સાવલીયાએ માલવીયાનગર પોલીસ ચોકીમાં રજુઆતમાં કહ્યું કે, એમની પુત્રવધુ હિરલે શનિવારનાં છઠ્ઠા માળે આવેલાં એમના ભાડાંના ફ્લેટ પર ધસી આવી હતી રાડારાડી કરીને જોરથી બારણું ખખડાવ્યું હતું.
અવાજ સાંભળી સિક્યુરિટી મેન આવતાં હિરલે એની સાથે જગડો કરી ધક્કે ચડાવ્યો હતો. હું તમને તમામને ખોટાં કેસમાં ફસાવી દઇશ. એવી ધમકી આપી હિરલે અવાજ કરતાં હું તથાં મારાં પત્ની તેમજ પૌત્રી ડરનાં માર્યા એક રુમમાં ભરાઇ ગયાં હતાં. હિરલે એની પુત્રી જે અમારી સાથે છે એને લઇ જવાં માટેની ધમકી આપી હતી. પછી હિરલ જતા મેં મારાં પુત્ર ડોકટર લક્ષીતને ફોનથી જાણ કરી તો તે ગોંડલ થી તાત્કાલિક આવી ગયો હતો.
મનજીભાઈ સાવલીયાએ વધારેમાં કહ્યું કે, મારો પુત્ર લક્ષીત ગોંડલમાં ડેન્ટીસ હોઈ દવાખાનું ચલાવે છે. એનાં લગ્ન કુંકાવાવના દેવગામના વાલજીભાઈ ભુસાની પુત્રી હિરલની સાથે 2011માં થયા હતાં. એમાં ગોંડલ અમારાં પરીવારમાં પુત્રવધુ હિરલ દ્વારા માનસિક ત્રાસ ચાલુ થયો હતો. તામસી સ્વભાવની હિરલ ગુસ્સે થઇ મારાં પુત્ર તેમજ પૌત્રીને મારઝૂડ પણ કરતી હતી.
આ વિશે મારા પુત્ર એ પત્ની હિરલની વિરુદ્ધ ગોંડલ પોલીસમાં માચઁ 2020માં ફરીયાદ પણ કરી હતી. એ પછી હિરલે અમારા પર કુંકાવાવ પોલીસમાં દહેજધારા વિશે ખોટી ફરિયાદ પણ કરી. કજીયા કંકાસથી કંટાળીને હું તેમજ મારાં પત્ની રાજકોટ રહેવાં આવ્યા હતાં. હિરલ માયકે ચાલી જતાં પછી મારો પુત્ર લક્ષીત તેમજ પૌત્રી પણ અમારી સાથે જ રાજકોટ રહેવાં માટે આવ્યા હતાં.
આમાં જુલાઈ મહિનામાં મારા ગોંડલ સ્થીત મકાનના તાળાં તોડી હિરલે કબ્જો કર્યો હતો. જે હાલ સુધી હોય અમે ગોંડલ જઇ શકતાં નથી. ઝગડાળુ તેમજ તામસી સ્વભાવની પુત્રવધુ કંઇ પણ કરે તેમ હોય અમો સતત ડર અનુભવતાં હોય પુત્રવધુ વિરુદ્ધ કાર્યવાહી કરવાં કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.