હાલમાં એક એવો સનસનાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક સાથે બે ભાઈઓનું 30 મિનિટના અંતરે મૃત્યુ થયું હતું. ગોંડલના (Gondal) કલોલા પરિવાર (Kalola family)ના કોરોનાથી સંક્રમિત થયેલા બે સગા ભાઈ મોટા અને નાનાભાઇના અડધો કલાકના અંતરે નિધન (Death) થતા પરિવાર પર આભ તૂટી પડવા પામ્યું છે. મળતી મહીયી અનુસાર, ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા ડેકોરા સિટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ધાર્મિક સ્વભાવના બે સગા ભાઈ ભગવાનજીભાઈ કાનજીભાઈ કલોલા ઉંમર વર્ષ 75નું ગત રાત્રિના સવા નવ વાગ્યે કોરોનાથી નિધન થયું હતું
છેલ્લા એક મહિનાથી કોરોનાથી પીડિત મોતાભાઈ ભગવાનજીભાઈ અને નાનાભાઈ ચંદુભાઈ દરેક હૉસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા હતા. તેઓને ભગવાનજીભાઈના નિધનની ખબર પણ થવા દેવામાં આવી ન હતી. પરંતુ રાત્રિના પોણા દસ વાગ્યે ચંદુભાઈએ પણ મોટાભાઈની સાથે સાથે અનંતની વાટ પકડી લેતા કલોલા પરિવાર પર આભ તૂટી જવા પામ્યું છે.
કરુણ બનાવ અંગે ભગવાનજીભાઈ પુત્ર સતિષભાઈ કલોલાએ જણાવ્યું હતું કે, ચંદુભાઈ કલોલા દેવડા મૂકામે ડેમ ઉપર પીજીવીસીએલમાં સર્વિસ કરતા હતા. ગત બીજી એપ્રિલના વેક્સિન લીધા બાદ આઠમી એપ્રિલના કોરોના સંક્રમિત થયા હતા. હોમ ક્વૉરન્ટીન રહેવા છતાં પણ તબિયતમાં સુધારો ન થતા ગોંડલ સિવિલ હૉસ્પિટલ, જામનગર સિવિલ હૉસ્પિટલ બાદમાં રાજકોટ ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
જ્યારે ભગવાનજીભાઈ ગત સપ્તાહે કોરોના સંક્રમિત થતા સારવાર માટે રાજકોટ અન્ય ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, તેમની સારવાર કારગત ન નિવડતા રાત્રિના સવા નવ વાગ્યે તેઓનું નિધન થયું હતું. નિધનની જાણ ચંદુભાઈને થવા દેવામાં આવી ન હતી. છતાં પણ માત્ર અડધો કલાકના અંતરે ચંદુભાઈનું પણ નિધન થતાં પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો. છ ભાઈઓના પરિવારમાં ભગવાનજીભાઈ સૌથી મોટા હતા અને ચંદુભાઈ સૌથી નાના હતા. એકસાથે પરિવારના બે વ્યક્તિઓનાં નિધન થતા હાલ કલોલા પરિવાર ઊંડા શોકમાં ગરક થઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.