આણંદ(Anand): અમૂલ ડેરી (Amul Dairy)એ પશુઓ પાસેથી લેવામાં આવતા દૂધ (Milk)ના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરીને પશુપાલકોને મોટી રાહત આપી છે. અગાઉ 1 કિલો ફેટના 730 પશુ પાલકોને અપાતા હતા હવે નવો ભાવ 740 કરાયો છે. ત્યાં જ ગાયના દૂધના 1 કિલો ફેટનો જૂનો ભાવ રૂપિયા 327 હતો, જેમાં 4.50નો વધારો કરાયો છે આથી ગાયના દૂધના 1 કિલો ફેટનો નવો ભાવ 331 કરાયો છે. અમૂલ ડેરી દ્વારા લેવાયેલા નિર્ણયથી આણંદ, ખેડા(Kheda), મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. અમૂલ ડેરીના ચેરમેન(Chairman of Amul Dairy) રામસિંહ પરમારે(Ramsinh Parmar) જણાવ્યું હતું કે નવા ભાવ વધારાની ચૂકવણી 11 જૂનથી પશુપાલકોને કરવામાં આવશે.
અમૂલનું વાર્ષિક ટર્નઓવર 19 ટકા વધ્યું છે:
અમૂલનું વાર્ષિક ટર્નઓવર રૂ. 10,000 કરોડને વટાવી ગયું છે. અમૂલનો વાર્ષિક બિઝનેસ 19 ટકા વધ્યો છે.ગત વર્ષે અમૂલ ડેરીને કુલ 131 કરોડ લિટર દૂધ મળતું હતું જે આ વર્ષે વધીને 150 કરોડ લિટર થયું છે. ગત વર્ષે 320 કરોડ રૂપિયાની અંતિમ કિંમત ચૂકવવામાં આવી હતી આ વર્ષે પશુપાલકોને 350 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે.
અગાઉ ફેબ્રુઆરીમાં અમૂલ ડેરીએ પશુપાલકોને ભાવવધારો આપ્યો હતો:
અગાઉ ફેબ્રુઆરીમાં અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદેલા દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં ફેટમાં પ્રતિ કિલો રૂ.20નો વધારો કરાયો હતો. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકોને ભાવવધારાથી ફાયદો થયો છે. જેમાં અમૂલ ડેરીનો જૂનો ભાવ પ્રતિ કિલો ફેટના 710 હતો અને 730 કરવામાં આવ્યો હતો. જયારે હાલ પાછો 10નો વધારો કરતા નવો ભાવ 740 થયો છે.
સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને અમૂલના આ નિર્ણયથી પશુપાલકો ખુશ થઇ ગયા છે. ભેંસના દુધમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો છે. જેમાં ગાયના ફેટમાં કિલો ફેટે 4.50નો વધારો કરાયો છે. આ ભાવ વધારો 11 જૂન 2022થી લાગુ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.