આ વર્ષે ઉનાળાએ દેશના અનેક રાજ્યોમાં રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી સપ્તાહમાં દેશના ઘણા ભાગોમાં ગરમી વધુ વધશે. દરમિયાન, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર ક્ષેત્ર ટૂંક સમયમાં ચક્રવાતી તોફાન ‘અસની’માં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ભારતીય હવામાન વિભાગએ કહ્યું કે, મંગળવારે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં બનેલું ઓછું દબાણ ક્ષેત્ર 19 માર્ચની સવાર સુધીમાં પૂર્વ અને ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. તે પછી ઉત્તર તરફ આગળ વધશે અને 20 માર્ચ સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચશે.
પશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ, વિદર્ભ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીના કારણે લોકો પરેશાન થવા લાગ્યા છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન 4.5⁰C સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે. પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પશ્ચિમ મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સૌરાષ્ટ્ર અને કચ્છ અને વિદર્ભમાં પણ ગરમી વધી છે.
આ રાજ્યોમાં પડશે વરસાદ
સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આંદામાન અને નિકોબાર કિનારે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી શકે છે. 20 અને 21 માર્ચે વરસાદ વધુ વધે તેવી શક્યતા છે. લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ પડી શકે છે. જેને કારણે ગુજરાતમાં ઠંડા પવનોની લહેર આવી શકે છે.
55-65 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
નીચા દબાણનો વિસ્તાર શનિવાર સુધીમાં સારી રીતે ચિહ્નિત નીચા દબાણવાળા વિસ્તારમાં તીવ્ર બને તેવી સંભાવના છે, ત્યારબાદ રવિવાર સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક હોય શકે છે, જે બીજા દિવસે પ્રતિ કલાક 90 કિલોમીટર સાથે ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનશે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, હવામાન પ્રણાલી સોમવારે ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
ચક્રવાતી તોફાન “અસની”
દરમિયાન વર્ષનું પ્રથમ ચક્રવાત અસની દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર રહે છે અને શુક્રવારથી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની અપેક્ષા છે, જો કે પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે નહીં. આજે આ વાવાઝોડું પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને પછી ઉત્તર તરફ આગળ વધશે અને 20 માર્ચ સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.