અમેરિકાથી લગ્ન માટે ભારત આવેલી દુલ્હનીયાએ મુકાવેલી મહેંદી જોઈને ગૂગલ વાળા પણ ચોંકી ગયા…

સુરત(Surat): સુરતમાં રહેતા અને છેલ્લાં 30 કરતા પણ વધુ વર્ષોથી પ્રોફેશનલ મહેંદી મુકતા ગુજરાતના ખ્યાતનામ મહેંદી આર્ટિસ્ટ(Mehndi Artist) નિમિષા પારેખ(Nimisha Parekh) આ આર્ટને એક નવી ઉંચાઈઓ પર લઈ ગયા છે. તેઓ ટ્રેન્ડિંગ હોય તેવી મહેંદી ડિઝાઈન(Mehndi Designs) બનાવવાને બદલે કોન્સેપ્ટ બેઝ્ડ મહેંદી મુકે છે. તેમણે આ ફીલ્ડમાં ઘણા બધા નવા ઈનોવેશન્સ કર્યા છે. નિમિષા પારેખે હાલમાં જ ‘બ્યુટી ઈન બાયનરી'(Beauty in Binary) કોન્સેપ્ટ પર એક એનઆરઆઈ દુલ્હનને યુનિક મહેંદી મુકી આપી છે.

અમેરિકાથી લગ્ન માટે સુરત આવેલા અમી પટેલ કમ્પ્યુટર ફિલ્ડ સાથે જોડાયેલા છે અને તેમના ભાવિ પતિ પણ સોફ્ટવેર એન્જિનિયર છે. આથી, તેમણે તે બંનેના પ્રોફેશનને કનેક્ટ કરે તેવી મહેંદી મુકવાનો વિચાર કર્યો અને અંતે તેમણે કમ્પ્યુટરની ભાષા એટલે કે બાયનરી લેંગ્વેજમાં દુલ્હનને સુંદર મહેંદી મુકી આપી હતી. તેને માટે તેમણે પહેલા પોતે બાયનરી લેંગ્વેજ વિશે નોલેજ મેળવ્યું અને ત્યારબાદ તે લેંગ્વેજને આર્ટમાં કન્વર્ટ કર્યું હતું.

નિમિષા પારેખે અમી પટેલની લાગણીઓ અને તેમની સ્પેશિયલ ડેટ્સને બાયનરી લેંગ્વેંજમાં કન્વર્ટ કરીને તેને મહેંદીનું રૂપ આપ્યું હતું. બાયનરી લેંગ્વેજ ‘0’ અને ’1’ પર ચાલે છે. નિમિષા પારેખે આ કોડ દ્વારા એક સુંદર મેસેજ બનાવી તેને મહેંદીમાં સુંદર રીતે વણી લીધો હતો. આમ, તેમણે ટેક્નોલોજીની દુનિયામાં મહેંદી કલ્ચરને મહેંદી આર્ટ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે અત્યારસુધીમાં વાર્લી આર્ટ અને તામિલનાડુના પ્રાચીન કલ્ચર સિક્કુ કોલમ આર્ટને મહેંદીમાં કન્વર્ટ કરીને તેને વર્લ્ડવાઈડ ઈન્ટ્રોડ્યૂસ કર્યું છે. મહેંદીમાં આ ઈનોવેશન તેમણે USમાં મહેંદી આર્ટિસ્ટની કોન્ફરન્સમાં ઉભરતા આર્ટિસ્ટ્સને શિખવ્યું હતું. તેઓ હંમેશાંથી ટ્રેન્ડમાં હોય તેવી મહેંદી મુકવાને બદલે કંઈક યુનિક કરવાનો પ્રયત્ન કરે છે અને હંમેશાં પોતાના આર્ટમાં મિની ટ્રેન્ડ ક્રિએટ કરે છે. તેઓ દુલ્હનના આ સૌથી મોટા દિવસને યાદગાર બનાવવા માટે કસ્ટમાઈઝ મહેંદી મુકી છે. જે તેમના આ ખાસ પળને વર્ષો સુધી તેમની યાદોમાં જાળવી રાખે છે.

નિમિષા બહેન માત્ર પોતે મહેંદી દ્વારા નવુ સર્જન જ નથી કરતા પરંતુ, તેઓ આ આર્ટ દ્વારા ઘણી બધી બહેનોને રોજગારી પણ પૂરી પાડે છે. સાથે જ આ આર્ટ દ્વારા સમાજસેવાનું પણ કાર્ય કરે છે. તેઓ ગર્ભવતી સ્ત્રીના પેટ પર મહેંદી મુકીને સાયન્સ અને કલ્ચરનું સુંદર કોમ્બિનેશન બનાવે છે અને ગર્ભવતી બહેનોને પેટ પર મહેંદી લગાવવાથી થતા ફાયદાઓ વિશે પણ માહિતગાર કરે છે. તેઓ કેન્સર પેશન્ટને તેમના સ્કાલ્પ પર મહેંદી મુકી આપે છે. તેઓ માત્ર સ્ટાઈલ કે સ્ટેટસ સિમ્બોલ માટે નહીં પરંતુ, કલ્ચરને રિપ્રેઝન્ટ કરવા માટે આ આર્ટને આગળ વધારવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *