ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં અટકાયત, ગોપાલે કહ્યું- ‘NCW ચીફે પોલીસ બોલાવી મને ધમકાવ્યો અને…’

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ગુજરાત કન્વીનર(Gujarat Convener) ગોપાલ ઈટાલિયા (Gopal Italiya)ને દિલ્હી(Delhi) પોલીસે કસ્ટડીમાં લીધા છે. દિલ્હી પોલીસ ગોપાલ ઈટાલિયાને સરિતા વિહાર પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. વાયરલ વીડિયોની નોંધ લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પહેલા ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. ત્યારથી ભાજપ સતત આમ આદમી પાર્ટી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને નિશાન બનાવી રહ્યું છે.

જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે ઈટાલિયાનો વિડિયો વાઈરલ થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) આજે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા. જ્યાં ગોપાલ ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.

કેમ વિવાદ સર્જાયો:
આ વિવાદ ગોપાલ ઈટાલિયાનો એક વિડીયો વાયરલ થયો હોવાને કારણે સર્જાયો છે. જેમાં ગોપાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો બે-ત્રણ વર્ષ જૂનો હોવાનું લાગી રહ્યું છે. આ મામલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ AAPની આ પ્રકારની માનસિકતા દેશવિરોધી ગણાવી છે. તો રાષ્ટ્રીય મહિલા પંચે મોદી વિરુદ્ધ ટિપ્પણીથી દેશની મહિલાઓનું અપમાન થયાનું જણાવી ઈટાલિયાને ખુલાસો કરવા જણાવ્યું છે.

આ વિડીયો વાયરલ થતા ઈટાલિયાએ સુરતમાં કહ્યું છે કે, આ ભાજપની પાટીદાર વિરોધી માનસિકતા દર્શાવે છે. હું અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી તેમની સામે લડ્યો છું. આજે જ્યારે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે મારા જૂના વીડિયો કાઢીને મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.

PM મોદીને વીડિયોમાં ઈટાલિયાએ ‘નીચ’ કહ્યા:
આ વિવાદ ગોપાલ ઈટાલીયાના વાયરલ થયેલા વિડીયોને કારણે સર્જાયો છે. આ વિડીયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા દેખાય છે કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘નીચ’ વ્યક્તિ છે. હું પુષ્ટિ નથી કરી શકતો, પરંતુ હું તમને પૂછવા માગું છું કે શું દેશના કોઈપણ પૂર્વ વડાપ્રધાને આવી રીતે મત આપવાની નોટંકી કરી છે? આ ‘નીચ’ પ્રકારની વ્યક્તિ અહીં રોડ શો કરી રહી છે અને દેખાડી રહ્યા છે કે તેઓ દેશને કેવી રીતે ‘સી’ બનાવી રહ્યા છે. મારા કહેવાનો અર્થ તમે સમજી શકો છો. તેઓ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે અને મત આપવા દિલ્હીથી ગુજરાત આવે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *