ગુજરાત(Gujarat): ગુજરાતમાં હવે ભાજપે(BJP) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના આ દિલ્હી મોડલ(Delhi model)ની પોલ ખોલવાની યોજના બનાવી છે. આ દિલ્હી મોડલની સમીક્ષા કરવા માટે ગુજરાત ભાજપે તેના 17 નેતાઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચી ગયું હતું. અરવિંદ કેજરીવાલ સરકારના દિલ્હી મોડલનું ‘નિરીક્ષણ’ કરવા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે એટલે કે ગઈકાલે જ રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાતે આવ્યા છે, જેમાં ભૂતપૂર્વ મંત્રીઓથી લઈને ધારાસભ્યો સામેલ છે.
गुजरात के ex शिक्षामंत्री के मतक्षेत्र के शानदार सरकारी स्कूल की एक भव्य झलक।
गांव : धींगडा
तहसील : बावला
जिला : अहमदाबादगुजरात मे 27 साल से भाजपा ने सिर्फ दो ही काम किया है।
1. सरकारी स्कूलों को लगातार बंद करना।
2. भाजपा के नेताओ के प्राइवेट स्कूलों को खोलना। pic.twitter.com/632yZ5kVh7— Gopal Italia (@Gopal_Italia) June 29, 2022
પરંતુ ભાજપ આમ આદમી પાર્ટીના દિલ્હી મોડલની પોલ ખોલે તે પહેલા જ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ ભાજપના ગુજરાત મોડેલની પોલ ખોલી નાખી છે. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટર પર ટ્વીટ કરીને ભૂતપૂર્વ શિક્ષણમંત્રી વિભાવરી દવેના મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાની પોલ ખોલી નાખી છે.
— Gopal Italia (@Gopal_Italia) June 29, 2022
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણમંત્રીના મત વિસ્તારમાં આવેલી શાનદાર સરકારી શાળાની એક ભવ્ય ઝલક. ટ્વીટ કરીને વધુમાં આ શાળા ક્યાં આવેલી છે તે અંગેની માહિતી પણ આપી છે. અમદાવાદ જીલ્લાના બાવલા તાલુકામાં આવેલ ધીંગડા ગામમાં આવેલી એક સરકારી શાળા છે.
વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપે માત્ર બે જ કામ કર્યા છે. સરકારી શાળાઓ સતત બંધ કરવી અને બીજું છે ભાજપના નેતાઓની ખાનગી શાળાઓ ખોલવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.