ચુંટણીની ભાગદોડમાં દીકરીને રમાડવાનો સમય ન મળતા દુઃખી થયા Gopal Italia – શેર કરી ઈમોશનલ પોસ્ટ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) 1 ડિસેમ્બર તેમજ 5 ડિસેમ્બર આમ બે તબક્કામાં યોજવામાં આવી હતી. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવ્યું હતું. ત્યારે…

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) 1 ડિસેમ્બર તેમજ 5 ડિસેમ્બર આમ બે તબક્કામાં યોજવામાં આવી હતી. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવ્યું હતું. ત્યારે ચૂંટણીના આ સમયગાળા દરમિયાન દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના કામમાં વ્યસ્ત હોય છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલ ઈટાલિયા Gopal Italia હવે એક પિતા પણ છે. બરાબર એક મહિના પહેલા જ તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો.

આ દરમિયાન Gopal Italia એ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે. તેમજ પોતાના અંગે માહિતી આપી હતી. ગોપાલ ઈટાલિયાની દીકરી એક મહિનાની થઈ ગઈ છે. ત્યારે Gopal Italia એ ફરી ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘હું ચૂંટણીના કાર્યમાં વ્યસ્ત હતો ત્યારે વૈદેહીએ તેનો એક મહિનો પૂરો થઈ ચુક્યો છે. આખરે આજે મારી સુંદર દીકરી વૈદેહીને મળવાનો સમય મળ્યો.’ આ રીતે તેમણે ગોપાલ ઈટાલિયાએ પોસ્ટ શેર કરી અફસોસ જતાવ્યો હતો.

આ સિવાય પહેલા પણ ચૂંટણીના સમયગાળા દરમિયાન Gopal Italia એ તેમની દીકરીની સુંદર તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ પોતાના માટે ચૂંટણી પ્રચાર કરતો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં વૈદેહી AAPની ટોપી પહેરેલી અને તેના ડ્રેસ પર ‘એક મોકો આપને’ લખ્યું હતું. આ તસવીરને કેપ્શન આપતા ગોપાલ ઈટાલિયાએ લખ્યું છે કે, મારી સુપરસ્ટાર કેમ્પેનર વૈદેહી તેના પિતા માટે પ્રચાર કરી રહી છે.

ચૂંટણીમાં ઈટાલિયાને મળી હાર:
નોંધનીય છે કે, ગોપાલ ઈટાલિયા પોતાની ભાષણની આગવી છટા ધરાવે છે. તેમજ વિવિધ મુદ્દા ઉઠાવીને સરકારને ઘેરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેઓને મોટી સંખ્યામાં સમર્થકો પણ છે. તેઓ 2020માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જંગી મતોથી હારી ગયા છે. જો કે, AAPએ ગુજરાતમાં 5 સીટો સાતે ખાતું ખોલાવ્યું છે.

તાજેતરમાં જ પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે 182 બેઠકોમાંથી વિક્રમી 156 બેઠકો જીતી ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે ચૂંટણી હાર્યા બાદ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ અમને રાષ્ટ્રીય પાર્ટી બનાવી તે બદલ આભાર. ચૂંટણીમાં અમને 40 લાખ વોટ મળ્યા છે. ચૂંટણી હાર્યા છે, હિંમત નથી હાર્યા, અમે ફરી જનતા વચ્ચે જઈશું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *