ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ સત્તામાં બેઠી છે. તો વાત કરવામાં આવે તો ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(AAP) ચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક બાદ એક રાજકીય પક્ષો જનતાને વાયદાઓ અને ગેરંટીઓ આપી રહ્યા છે, ત્યારે આ વાયદાઓ અને ગેરંટીઓ પર રાજકીય પક્ષો ખરા ઉતરે છે કે નહીં તે તો આગામી સમયમાં જ જોવું રહ્યું.
ત્યારે આ બધાની વચ્ચે ટ્વીટર પર કરવામાં આવેલ ટ્વીટ ખુબ જ ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં મિસ્ટર સિન્હા નામના વ્યક્તિએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સુત્રો અનુસાર આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા રાજીનામું આપી શકે છે. ત્યારે હવે ગોપાલ ઈટાલીયા દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ત્યારે આગામી સમયમાં જોવું જ રહ્યું કે, શું ગોપાલ ઈટાલીયા આ અંગે કોઈ જાહેરાત કરે છે કે નહિ તે..
This is big : As per my sources in @AAPGujarat, Kejriwal has asked @Gopal_Italia to resign.
He’s upset bcz he had given clear instructions to team AAP-Gujarat to find a Autodriver with non BJP background but he turned out to be a Modi fan…
— Mr Sinha (@MrSinha_) September 30, 2022
કેજરીવાલને ઘરે જમવા બોલાવનાર રીક્ષાચાલક ભાજપમાં જોડાયો:
આગામી વિધાનસભા ચુંટણીને લઈને રાજ્યના રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે. જો વાત કરવામાં આવે તો, અરવિંદ કેજરીવાલ જે ઓટો રિક્ષાચાલકના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં પહોંચી ગયો હતો. જાણવા મળ્યું છે કે, તે પોતાના વિસ્તારના લોકોને લઇને PM મોદીની સભામાં પહોચી ગયો હતો. રીક્ષાચાલક ભાજપનો ખેસ પહેરતો હોય તે પ્રકારનો પણ વિડીયો સામે આવ્યો છે. જણાવી દઈએ કે, આ રીક્ષા ચાલકનું નામ વિક્રમ દંતાણી છે.
જાણો શું કહ્યું રીક્ષાચાલકે?
અમદાવાદના રીક્ષાચાલક વિક્રમ દંતાણીએ જણાવતા કહ્યું હતું કે, હું પહેલીથી ભાજપ સાથે જોડાયેલા છે. હું મત કરતા શીખ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. હું પહેલેથી જ મોદી સાહેબનો આશિક છું. મેં ખાલી અરવિંદ કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે તે સ્વીકારી લીધું હતું. મને નહોતી ખબર કે તે મારા ઘરે જમવા માટે આવશે. કેજરીવાલ આવ્યા એટલે એમનું અપમાન ન થાય એટલે ઘરે જમાડીને મોકલ્યા. બીજી કોઈ વાત થઇ નથી. મેં પોતે એમ જ આમંત્રણ આપ્યું હતું. હું કોઈ અન્ય પાર્ટીમાં જોડાયેલો નથી. હું અગાઉથી જ ભાજપ સાથે જોડાયેલો છે. અમારી આખી સોસાયટી ભારતીય જનતા પાર્ટી સાથે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.