ચુંટણી વચ્ચે પોલીસ કોન્સ્ટેબલની પ્રશંસનીય કામગીરી- ચારેબાજુ થઇ રહી છે વાહવાહી!

શનિવારે ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં 36 બેઠકો પર MLC ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન(Voting) ચાલુ રહેશે. આ દરમિયાન ગોરખપુર(Gorakhpur)ના ગુલરિહા વિસ્તારના ભટહટ બ્લોકમાંથી એક અનોખી તસવીર સામે આવી છે. ચૂંટણી ફરજ પર તૈનાત કોન્સ્ટેબલ અનિલ કુમારે એક કામ કરીને સૌના દિલ જીતી લીધા. જે બાદ પોલીસ વિભાગથી લઈને અન્ય સ્થળોએ પણ તેમની ચર્ચા થઈ રહી છે.

કોન્સ્ટેબલ અનિલે તેના બુથ બહાર બંને પગથી દિવ્યાંગ ગામ બંચારાના BDC સભ્ય સંદીપ સિંહને જોયા. તેઓ તરત જ બંચારાના BDC સભ્ય સંદીપ સિંહને પોતાના ખોળામાં લઈને મતદાન મથક પર લઈ ગયા. આ દરમિયાન, ફરજ પરના કોન્સ્ટેબલ અનિલે એક દાખલો બેસાડ્યો હતો. જણાવી દઈએ કે, ગોરખપુરમાં એમએલસી ચૂંટણીને લઈને બે કલાકમાં 21 ટકા મતદાન થયું છે. અહીં સવારે 10 વાગ્યા સુધીમાં 697 મતદાન થયું હતું.

આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ સીએમ યોગીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ સમગ્ર રાજ્યમાં એમએલસી સીટો પર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. હું અહીં મારો મત આપવા આવ્યો છું. જેમાં 36 બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ પૈકી 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે. આજે 27 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભાની જેમ ભાજપને વિધાન પરિષદમાં પણ જંગી બહુમતી મળશે. તમને જણાવી દઈએ કે 36 સીટો પર યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ભાજપ અને સપા વચ્ચે સીધો મુકાબલો છે.

સીએમ યોગીએ ટ્વીટ કરીને કહી આ મોટી વાત: 
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વોટિંગ પહેલા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘ઉત્તર પ્રદેશમાં આજે સ્થાનિક સત્તામંડળોની દ્વિવાર્ષિક ચૂંટણી માટે મતદાન થવાનું છે. તમામ લાયક આદરણીય મતદારોએ વિકાસ, રાષ્ટ્રવાદ અને સુશાસનની જીત માટે મતદાન કરવું જ જોઈએ. તમારો એક મત ‘આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ’ની નિર્માણ યાત્રાને આધાર પૂરો પાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *