સુરત સરકારી શાળાના વિધાર્થીઓ ઝળહળ્યા, યોગાસન સ્પર્ધામાં મેળવી અનોખી સિદ્ધી

સુરત(Surat): રાજ્ય સરકાર બાળકોના સર્વાંગીણ વિકાસ માટે વિવિધ રમત-ગમત સાથે યોગ પર ભાર મૂકી રહી છે. યોગ અસોસિયેશન, સુરત દ્વારા સુરત ટેનિસ ક્લબ(Surat Tennis Club) અઠવાલાઈન્સ(Athwalines) ખાતે તારીખ 26 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સ્તરીય ‘ગુજરાત સ્ટેટ યોગાસન કોમ્પિટિશન-૨૦૨૧-૨૨(Gujarat State Yogasan Competition)’ ની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં લિંબાયત(Limbayat)ની શાળા ક્ર.-૨૪૩ ‘શ્રી રામ ગણેશ ગડકરી નગર પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ વિજેતા થયાં હતાં.

યોગાસન સ્પર્ધાના અંડર-૧૪ ની કેટેગરીમાં ધોરણ 6 ના વિદ્યાર્થી રોનક મહેન્દ્ર રૂસાણેએ બીજો અને ધો.૮ ના વિદ્યાર્થી રાજ રામકૃષ્ણ પાટીલે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. દૈનિક યોગની પ્રેક્ટીસથી તાલીમબદ્ધ બનેલા બંને વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં 22 વિદ્યાર્થીઓને પછાડીને પદક પ્રાપ્ત કર્યો હતો.

શાળાના આચાર્યશ્રી કિશોર વાઘ અને વિદ્યાર્થીઓના માર્ગદર્શક અને શિક્ષક નીતિન પવારે જણાવતા કહ્યું હતું કે, શાળામાં થતી રમત-ગમતની વિવિધ પ્રવૃત્તિઓમાં રોનક અને રાજ હમેશાથી અગ્રેસર રહ્યા છે. રાજ્ય સ્તરે પદક પ્રાપ્ત કર્યા બાદ રાષ્ટ્રીય સ્તરે યોગા સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં પણ વિજેતા બની સુરતનું ગૌરવ વધારે એવી તેઓએ શુભકામનાઓ પાઠવી હતી.

યોગ કરવાથી થાય છે આ અદભૂત  ફાયદા:
યોગથી સંપૂર્ણ શરીરને ફાયદો મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. યોગાસન હૃદય અને ફેફસાંને શક્તિ આપે છે. માંસપેશીઓની તાકાત વધારે છે. યોગાસન લોહીને શુદ્ધ કરે છે. યોગાસન કરોડરજ્જુના હાડકાને લચીલું બનાવે છે.  વજન ઓછું કરવામાં સહાયક બને છે. હાડકાનું સ્વાસ્થ્ય વધારે છે. શરીરને લચીલું બનાવી રાખે છે. શ્વસનક્રિયામાં સુધારો કરે છે. યોગ કરવાથી ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઓછું થઇ જાય છે. યોગ કરવાથી મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. યોગથી મન ખુશ રહે છે અને બુદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે.

યોગ એ અશાંત મનને શાંત કરવાનો સૌથી સરસ ઉપાય છે.યોગ શરીરની રોગ પ્રતિકારક વધારે છે. આ ઉપરાંત યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે અને તણાવથી બચો છો. તમારી યાદશક્તિ મજબૂત થાય છે અને બીપીની સમસ્યા રહેતી નથી. તેમજ તમારું વજન પણ  વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી બાબત તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *