હાલમાં કોરોના મહામારીની સાથે જ વરસાદની પણ મહામારી ચાલી રહી છે એવું પણ કહી શકાય. ઘણી જગ્યાએ તો અતિભારે વરસાદને લીધે રોડ પર પાણી ભરાઈ જવાથી રોડમાં ખાડા પડી જતાં હોય છે. આવાં જ એક સમાચાર હાલમાં સમાચાર સામે આવી રહ્યાં છે.
રાજ્યમાં સુરતમાં આવેલ ઓલપાડ તાલુકામાં માં આવેલાં ઉમરા- ગોથાણ ગામનો હાઇવે રોડ સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાનો વિષય બન્યો છે. ગઇકાલે જ વરાછા વિસ્તારનાં કોર્પોરેટર દિનેશભાઇ કાછડિયાએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી તેમજ રસ્તા પરનાં દ્રશ્યો લાઈવ ફેસબુકનાં માધ્યમથી ઘણાં લોકો સુધી પહોંચાડ્યા હતાં.
આજ રોજ હું તેમજ મારા મિત્ર દ્વારા ફરી એકવાર રસ્તાઓ ફેસબુકનાં માધ્યમથી ઘણાં લોકોને બતાવ્યા હતાં. ખાડાને રિપેર કરતાં SMC અધિકારીઓ આ અંગેનાં પ્રશ્નો પણ કર્યા હતાં. અધિકારી પી.એન.પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, કે જેટલી વાર ખાડા પડશે એટલાં અમે ખાડા બુરી દેશું.. શુ આ ઉત્તર યોગ્ય કહેવાય ?
રસ્તા બનાવવાને બદલે થુંકનાં સાંધા પણ કરી દેવામાં આવ્યા છે પણ મોટા વાહનો ચાલતાં હોવાંથી ફરી પાછા ખાડા પડી જતાં હોય છે.લગભગ કુલ 2 વર્ષ પહેલાં જ ઉમરા- ગોથાણ ગામની નજીક રેલવે ફલાય બ્રિજ બનાવવામાં આવ્યો હતો.
જેમાં થોડાં મહિના બાદ જ બ્રિજમાં સળિયા પણ દેખાવાં લાગ્યા હતાં. જેથી બેદરકારી સામે આવી હતી જેનાંથી અધિકારીઓ થિંગડા મારીને ગાબડાં પુરી દીધા હતાં. પણ આજ રોજ ફરી પાછાં પુલ બન્યો એનાં કુલ 2 વર્ષમાં જ ફરી બ્રિજનો રોડ તૂટ્યો છે.
તો શું કોન્ટ્રેક્ટરે બ્રિજ સરખી રીતે નહિ બનાવ્યો હોય ? કે પછી બ્રિજ બન્યા બાદ ચેક કરવાં માટે આવતાં અધિકારીઓએ કોન્ટ્રકટરની પાસેથી બ્રિજ પાસ કરાવવાં માટેનાં પૈસા લઈ લીધા હશે? પ્રશ્નો તો ઘણા છે પરંતુ ઉત્તર આપવાં માટે અધિકારીઓ પૂરતાં રહેલાં નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews