આ સરકારી બેંકઓ એ એક વર્ષમાં 5500 એટીએમ અને 600 શાખા બંધ કરી…

These government banks closed 5500 ATMs and 600 branches in one year ...

TrishulNews.com

દેશની 10 મોટી સરકારી બેંકોએ ખર્ચ ઘટાડવા માટે છેલ્લા એક વર્ષમાં 5500 એટીએમ અને 660 બેંક શાખાઓ બંધ કરી દીધી છે. આ 10 બેંકોના ત્રિમાસિક પરિણામોના વિશ્લેષણના આધારે રિપોર્ટ અનુસાર, બંધ એટીએમ અને બેંક શાખાઓ મોટાભાગે શહેરી વિસ્તારોમાં હતી.

1.નેટ બેન્કિંગથી એટીએમનો વપરાશ ઓછો થયો.

બેંકોનું કહેવું છે કે,શહેરી વિસ્તારોના ગ્રાહકો ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, શાખાઓ અને એટીએમ જેવા ભૌતિક માળખાને સ્થાપિત કરવા અને જાળવવા માટે વધુ પૈસા ખર્ચવાની જરૂર નથી. તેમજ સરકારી બેંકો બેલેન્સ ખર્ચ ઘટાડવા તરફ કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, એટીએમ અને બેંક શાખાઓમાં તાળાબંધી જૂન 2018 થી જૂન 2019 વચ્ચે કરવામાં આવ્યું છે.

Loading...

2.આ બેંકોએ એટીએમ બંધ કર્યા.

રિપોર્ટ અનુસાર, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ આ સમયગાળા દરમિયાન 420 બેંક શાખાઓ અને 768 એટીએમ બંધ કર્યા છે. વિજયા બેંક અને દેના બેંકના મર્જર બાદ બેંક ઓફ બરોડાએ કુલ 40 બેંક શાખાઓ અને 274 એટીએમ બંધ કર્યા છે. આ ઉપરાંત પંજાબ નેશનલ બેંક,સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,કેનરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા,ઇન્ડિયન ઓવરસીઝ બેંક,યુનિયન બેંક, અલ્હાબાદ બેંકનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.