મુંબઈમાં પત્નીએ પતિ ઉપર 11 વખત ચપ્પુના ઘા માર્યા, ત્યાર પછી કાપ્યું ગળું..

In Mumbai, the wife wound her husband 11 times with knife, then cut her throat ..

મુંબઇના નાલાસોપારામાં 36 વર્ષીય વ્યક્તિની પત્નીએ છરી વડે હત્યા કરી હતી. મૃતકની પત્નીએ પહેલા જણાવ્યું કે,તેણે આત્મહત્યા કરી હતી પરંતુ બાદમાં તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. મૃતકનું નામ સુનીલ કદમ છે. તે નાલાસોપારામાં તેના માતાપિતા, પત્ની અને બે પુત્રી સાથે રહેતો હતો. આરોપી પત્નીનું નામ પ્રણાલી છે. ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

તુલિંજ પોલીસના જણાવ્યા મુજબ બુધવારે સવારે પાંચ વાગ્યે દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જે બાદ કદમ સૂઈ ગયો અને પાણી પીવાના બહાને પ્રણાલી રસોડામાં ગય હતી. તે બેડરૂમમાં પરત ફરી અને કદમ ના પેટમાં 11 વખત છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેનું ગળું કાપી નાખ્યું હતું. પોલીસનું માનવું છે કે,કદમનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. ત્યારબાદ સાસુ અને બે પુત્રી સૂતી હતી ત્યાં બેઠક ખંડમાં આવી ગઈ.

33 વર્ષીય આરોપીએ કદમના 63 વર્ષીય પિતા આનંદને કહ્યું કે,સુનિલે આત્મહત્યા કરી છે. તુલિંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.એસ.પાટિલે કહ્યું કે, ‘આનંદે અમારી પાસે ફરિયાદ નોંધાવી અને અમે તપાસ શરૂ કરી. કોઈ પણ વ્યક્તિએ પેટ અને ગળામાં 11 વખત પોતાને ઘા મારવો અશક્ય છે. તેથી અમે ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી છે. અને પ્રણાલી સાથે વાતચીત કરવાની શરૂ કરી દીધી છે.

પ્રણાલી એ પોલીસને જણાવ્યું કે,કદમના લગ્નેતર સંબંધ છે તેવું જાણ્યું હતું. તેથી મે ગુસ્સે થઈને તેની હત્યા કરી હતી. પ્રણાલી અને કદમ અંધેરીની એક કંપનીમાં એકાઉન્ટ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. બંનેએ 2011 માં લવ મેરેજ કર્યા હતા અને કદમના પિતા નાલાસોપારાના ગાલા નગર માં રહેતા હતા. તેમને બે પુત્રી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: