ભારતમાં ચાઈનીઝ એપ્સ(Chinese apps) પહેલેથી જ પ્રતિબંધિત(Banned) છે, હવે ચીનની સ્માર્ટફોન કંપની(Chinese smartphone company)ઓ પર પણ સ્ટ્રાઈક કરવાની તૈયારી કરવામાં આવી છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, ભારત ચીનના સ્માર્ટફોન નિર્માતાઓને રૂ. 12,000 ($ 150) થી ઓછી કિંમતના ઉપકરણો વેચવા પર પ્રતિબંધ મૂકી શકે છે જેથી કરીને તેના ખોરવાઈ રહેલા સ્થાનિક ઉદ્યોગને શરૂ કરી શકાય. Xiaomi Corpને આ નિર્ણયથી સૌથી મોટો ફટકો પડશે, કારણ કે તે આ બજેટ સ્માર્ટફોન વેચવામાં નંબર નંબર વન કંપની છે.
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સરકાર Lava, Micromax અને બીજી ઘણી ભારતીય કંપનીને પ્રોત્સાહિત કરવા ઈચ્છી રહી છે. અમે તમને જણાવી દઈએ કે, હજુ પણ ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓનો બજેટ સેગ્મેન્ટ અને 15 હજાર રૂપિયા સુધીના સેગ્મેન્ટ પર દબદબો બનેલ છે.
રીપોર્ટ અનુસાર આ ચીની મોબાઈલ પર પ્રતિબંધ લગાવીને સરકાર ભારતીય સ્માર્ટફોન મેકર્સને મદદ કરવા માંગે છે અને મેડ ઈન્ડિયાને આગળ ધપાવવા માંગે છે. જો એવું થયું તો Xiaomi, Poco, Realme અને બીજી ચીની કંપનીઓને ભારે નુકશાન વેઠવાનો સમય આવી શકે છે.
એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 12,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં કુલ મોબાઈલ વેચાણના ત્રીજા ભાગનું વેચાણ છે અને આ આંકડો જૂન 2022 ક્વાર્ટરનો છે. તેમાં ચીની સ્માર્ટફોન બ્રાન્ડના કુલ 80 % જેટલા ફોન ભારતમાં વહેંચાયા છે.
ભારત અને ચીની કંપનીઓ વચ્ચે હજુ પણ રસાકસી ચાલી રહી છે જેને કારણે ઘણી ચીની કંપનીઓ ભારત સરકારની રડારમાં છે અને છેલ્લા થોડા મહિનાની વાત કરવામાં આવે તો Xiaomi, Vivo અને Oppo પર ટેક્સ ચોરીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. હાલમાં તો ઇડી દ્વારા મની લૉન્ડ્રીના કેસમાં વિવોના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. એ પછી કંપનીએ રીક્વેસ્ટ કરી પછી એકાઉન્ટ અન્ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું.
આ મામલાના નિષ્ણાતોએ કહ્યું કે, જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મોદી સરકાર આ અંગે કોઈ નીતિ જાહેર કરશે કે પછી આ માહિતી ચીનની કંપનીઓને કોઈ સત્તાવાર ચેનલ દ્વારા આપવામાં આવશે. સોમવારે, Xiaomiની છેલ્લી ઘડીમાં હોંગકોંગ શેરબજારમાં 3.6 ટકાનો ઘટાડો થયો હતો. આ વર્ષની વાત કરીએ તો તેનો સ્ટોક 35 ટકાથી વધુ ઘટી ગયો છે.
અમે તમને જણાવી દઈએ કે, ચીની કંપનીઓનાં બજેટ મોબાઈલ પર પ્રતિબંધ લગાવવાનું ઓફીશીયલ સ્ટેટમેન્ટ હજુ બહાર પાડવામાં આવ્યું નથી પણ ઘણા રિપોર્ટ એવું જણાવી રહ્યા છે કે, આ જલ્દી જ થઈ શકે છે. ભારત સરકાર આ પહેલા પણ ચીની એપ્સ સામે એક કડક કાર્યવાહી કરી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.