સરકારી શાળાના વર્ગખંડમાં વિધાર્થીઓની સામે દલિત વિદ્યાર્થી(Dalit student)ને તેના વાળ પકડીને અને લાત મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ કેસમાં આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. આ કિસ્સો તમિલનાડુ(Tamil Nadu)ના કુડ્ડાલોર(Cuddalore) જિલ્લાનો છે.
Caste cruelty in schools.
Physics teacher of a govt school brutally flogged and kicked a SC minor boy while holding him by his hair. This mind distracting video is from TN’s Cuddalore. #CrushTheCaste pic.twitter.com/Tm4GTFTq8i
— Mission Ambedkar (@MissionAmbedkar) October 15, 2021
વાયરલ થઈ રહેલા 28-સેકન્ડના વીડિયોમાં, તે સ્પષ્ટ દેખાય છે કે 56 વર્ષીય શિક્ષક સુબ્રમણ્યમ 17 વર્ષીય વિદ્યાર્થીને વાળથી મારતા હતા. વીડિયોમાં શિક્ષક વિદ્યાર્થીને લાત મારતો જોવા મળે છે. વિદ્યાર્થી ઘૂંટણ પર જમીન પર બેઠો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી શિક્ષકની સામે આજીજી કરી રહ્યો છે અને રડી રહ્યો છે.
જિલ્લાના ચિદમ્બરમ ખાતે સરકારી નંદનાર બોયઝ ઉચ્ચતર માધ્યમિક શાળાનો 17 વર્ષીય વિદ્યાર્થી મારપીટમાં ઘાયલ થયો છે. તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હુમલાના વીડિયો પુરાવા રજૂ કર્યા છે.
ધરપકડની પુષ્ટિ કરતા કડલોરના પોલીસ અધિક્ષક એસ શક્તિ ગણેશને જણાવ્યું હતું કે, “અમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ ભૌતિકશાસ્ત્રના શિક્ષકની ધરપકડ કરી છે. હાલમાં આ અંગે તપાસ ચાલુ છે.” શિક્ષકના ગુસ્સાનું કારણ શું હતું? આ અંગે ગણેશને કહ્યું કે, “શાળામાં નિયમિત વર્ગ પ્રવૃત્તિ ચાલુ હતી પરંતુ વિદ્યાર્થી હાજર રહી શક્યો નહીં, જેના કારણે શિક્ષક ગુસ્સે થયા હતા.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.