GPSC 2024 Recruitment Calendar: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC 2024 Recruitment Calendar) 2024નું ભરતી કેલેન્ડર આજે જાહેર કર્યું છે. વર્ષ 2024 માટે GPSC વિવિધ 82 કેડરમાં 1625 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં વર્ગ-1,2ની ભરતી માટે 164 જેટલી જગ્યા જાહેર કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2023માં વર્ગ-1,2ની 100 જગ્યા, 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી. પરંતુ આ વર્ષે વર્ગ-1,2ની જગ્યાઓમાં વધારો થવાનો અંદાજ છે. આજે સરકાર તરફથી ભરતી માટે અંતિમ મંજૂરી બાદ આયોગ નવા વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.
ગૌણ સેવા પસંદગી મંડળની 5,200 જગ્યા પર ભરતી
ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી હતી. જોકે, તેમાં વધારો કરી 5,200 જગ્યા પર હવે ભરતી કરવામાં આવશે. જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થવાની છે. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે અગાઉ સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
GSSSB પણ 5200 પદો પર કરશે ભરતી
આ સિવાય ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માટે 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરી હતી જેમાં હવે વધારો કરી દેવામાં આવ્યો હતો. હવે 4300 નહીં 5200 જગ્યા પર આ ભરતી કરવામાં આવશે. જુનીયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થવાની છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube