પૌત્રના મૃત્યુના સમાચાર મળતા દાદી આઘાત ના જીરવી શક્યા, હાર્ટ-એટેક આવતાં મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યના પાટનગર ગાંધીનગર(Gandhinagar)માં રહેતા પરિવારે જુવાનજોધ દિકરો ગુમાવ્યાના થોડા જ કલાકોમા દાદીનુ અવસાન થતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, મુંબઇ(Mumbai)મા નાના દિકરાના ઘરે રહેવા ગયેલી 72 વર્ષના વૃદ્ધાને ગાંધીનગરમા રહેતા મોટા દિકરાના દિકરા અને દાદીના પૌત્રનુ અકસ્માત(Accident)મા કરુણ મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટના અંગેની જાણ મુંબઇમા કરવામા આવી હતી. જેને લઇને દાદી ગાંધીનગર આવી પહોચ્યા હતા અને પૌત્રનુ મોઢુ જોયા પછી હાર્ટ-એટેક આવતાં તેમનું પણ અવસાન થયું હતુ.

ગાંધીનગર શહેરમાં સેક્ટર 22 વાસ્તુ નિર્માણ સોસાયટીના પ્લોટ નંબર 747/5મા રહેતા કિશન ઓમકારભાઇ ખેરનારના 18 વર્ષના દિકરા પૃથ્વીનુ ગઇકાલે એક્ટીવા સ્લીપ ખાઇ જવાને કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા પછી અંતે તેનું મોત થયુ હતુ. આ ઘટના અંગેની જાણ પરિવારજનો દ્વારા તેમના સગા સબંધીઓને કરવામાં આવી હતી. જેમા મુંબઇમા રહેતા પૃથ્વીના કાકાને પણ આ ઘટના અંગેની જાણ કરવામા આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ ગાંધીનગરથી મુંબઇ નાના દિકરાના ઘરે રહેવા ગયેલા 72 વર્ષના લીલાબેન ઓમકારભાઇ ખેરનારને પણ તેમના પૌત્રના અવસાન અંગેની જાણકારી આપી હતી. જેને કારણે મૃતક પૃથ્વીના દાદી લીલાબેન નાના દિકરા સાથે ગાંધીનગર સવારે પહોંચી ગયા હતા. પરિવારમાં શોકની લાગણી છવાયેલી હતી અને દાદીનો લાડકો પૃથ્વી અને આ દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો. પોતાના પૌત્રનુ મોત થયા દાદીને ગમ્યુ ન હતુ.

જેથી પૌત્રનો આઘાત દાદી જીરવી નહિ શકતા તેનુ મોઢુ જોયા પછી દાદીને હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા હતા. ત્યારે સેક્ટર 22માંથી દાદી અને પૌત્રની અંતિમ યાત્રા એક સાથે કાઢવામા આવતા સ્થાનિકોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *