અમદાવાદ: ગુજરાતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. અકસ્માતમાં અસંખ્ય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આજરોજ અકસ્માતની (Accident) આવી જ ઘટના સામે આવી છે. દિવાળી(Diwali) ઉપર ફરવા ગયેલા અમદાવાદ (Ahmedabad) નો પરિવાર રાજકોટ(Rajkot) થી અમદાવાદ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન લીંબડી(Limbdi) નેશનલ હાઇવે ઉપર રોડ રીપેરીંગનું કામકાજ ચાલતું હોવાથી રોંગસાઈડ માં આવતા ટ્રક સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
દિવાળી ઉપર અમદાવાદ થી રાજકોટ ફરવા ગયેલ દાદા દાદી અને પુત્રીનું રસ્તામાં જ અકસ્માત દરમિયાન કરુણ મોત નીપજયું છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના કારણે લીંબડી નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. પાણશિલા પોલીસ દ્વારા ટ્રક અને કારને સાઈડમાં હટાવીને હાઈવે ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે ઉપર સિલાઈ નું કામ તેમજ રોડ નિર્માણનું કામ શરુ હોવાથી વારંવાર આ ઉપર અકસ્માત સર્જાતા રહે છે. લાંબા સમયથી કામ શરુ હોવા છતાં રોડ નિર્માણનું કામ પુરુ કરવામાં આવ્યું નથી તેવી પણ અનેક ફરિયાદો સામે આવી રહી છે. અમદાવાદમાં આંબાવાડી છાપરા વિસ્તારમાં રહેતા બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બધાભાઈ મુછડીયા અને તેમના પત્ની હીરાબેન મછલીયા તેમજ ૬ વર્ષની પુત્રી ક્રેયાંશી વિજય ભાઈ મુછડીયા દિવાળીનો તહેવાર મનાવવા માટે રાજકોટ ગયા હતા. તે દરમિયાન રાજકોટ થી પરત ફરતાં રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દાદી અને છ વર્ષની પુત્રી નું દુઃખદ અવસાન થયું છે.
13 નવેમ્બરના રોજ રાજકોટ થી અમદાવાદ ઘરે પરત ફરી રહેલ પરિવારને લીમડી હાઇવે ઉપર રોડના કામકાજ ને કારણે રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે કાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર કાગળની જેમ ડૂચો વળી ગયો હતો. અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દાદી ને ગંભીર ઇજાઓ થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ હીરાબેન પણ દમ તોડી દીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.