પૌત્રએ મજાકમાં કહ્યું: ‘આ મારા પિતાનું ઘર છે’, તો દાદીએ ગુસ્સામાં આવો જવાબ આપ્યો કે… -જુઓ વિડીયો

દાદી-પૌત્રનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. પૌત્રએ મજાકમાં કહ્યું કે, આ મારું અને પિતાનું ઘર છે, પછી દાદી ગુસ્સે થયા અને આવો જવાબ આપ્યો, જે તમારા ચહેરા પર સ્મિત લાવી આપશે. ઇન્સ્ટાગ્રામ રીલ પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં પૌત્ર કહે છે કે, ‘દાદી તમે જાણો છો કે હું તમારો પૌત્ર છું.’ ત્યારે દાદી કહે, ‘હા એ તો હું જાણું છું, પણ તારે શું જોઈએ છે.’ ત્યારે પૌત્ર કહે છે, ‘આ મારું ઘર છે, તમે જાણો છો?’

પછી દાદી કહે છે કે- ‘તારું ઘર ક્યાંથી થઇ ગયું, આ મારું છે, મેં આ ઘર બનાવ્યું છે. જો હું ઇચ્છું તો, હું હમણાં જ માતા અને પુત્રને ધરની બહાર ઉભા કરી શકું છું.

 

View this post on Instagram

 

A post shared by vibhor sharma (@vibhorfitnesss)

ત્યારબાદ પૌત્રએ કહ્યું, ‘આ મારા પિતાનું ઘર છે.’ પછી દાદી કહે છે, ‘પપ્પા પછી આવ્યા ને. બનાવ્યું તો મેજ છે. આ ઘર મારું છે, મારું છે, મારું છે. પૌત્રએ કહ્યું, ‘ અમે ક્યાં જઈશું દાદી? ‘ તો દાદીએ કહ્યું, ‘બસ તો પછી શાંતિથી ઘરમાં રયો.’

આ વીડિયો 22 એપ્રિલના રોજ શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઉપરાંત, 90 હજારથી વધુ લાઈક્સ પણ આવી છે. ટિપ્પણી વિભાગમાં, લોકોએ દાદીની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું કે, ‘બિંદાસ દાદી.’

અન્ય એક યુઝરે લખ્યું, ‘તમારી દાદીને જોઈને મને મારી દાદી યાદ આવી ગઈ.’ ત્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘દાદી ખૂબ જ સુંદર છે. તમે એક મજેદાર વિડીયો બનાવ્યો છે. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *