ગટરમાં ઘર બનાવીને રહે છે વ્યક્તિ- વિડીયો જોઇને કરોડોના બંગલા પણ ભૂલી જશો

સમગ્ર દુનિયામાં લોકોના ઘર જમીન પર છે, પરંતુ શું તમે ક્યારેય ગટરમાં કોઈનું ઘર જોયું છે. આ વાંચ્યા પછી દરેકને આશ્ચર્ય થયો હશે, પરંતુ આ…

સમગ્ર દુનિયામાં લોકોના ઘર જમીન પર છે, પરંતુ શું તમે ક્યારેય ગટરમાં કોઈનું ઘર જોયું છે. આ વાંચ્યા પછી દરેકને આશ્ચર્ય થયો હશે, પરંતુ આ વીડિઓ જોવામાં ખુબજ રસપ્રદ લાગે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ ગટરમાં પોતાનું ઘર બનાવ્યું છે અને સુવાની ક્ષણ માણી રહ્યો છે.

આ વીડિયો ફની રીલ્સ વીડિયોના ઇન્સ્ટાગ્રામ પેજ પર જોવા મળ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિએ પોતાનું ઘર ગટરમાં બનાવ્યું છે. જ્યાં તેની આસપાસ ઘણી વસ્તુઓ પણ જોવા મળી રહી છે, જેમ કે તેના ચંપલ, કપડાં અને નાસ્તો વગેરે વસ્તુઓ છે.

 

View this post on Instagram

 

A post shared by Funny Videos ?? (@funny.reels.videos)

મજાની વાત તો એ છે કે, આ વ્યક્તિ ગટરમાંથી સ્ટ્રો વડે પાણી પી રહ્યો છે અને ગટરની વચ્ચે ખાટલો મૂકીને આરામ કરી રહી છે. તેમના બનાવેલા આ નાનકડા ઓરડામાં લાઈટ પણ છે. આના પરથી સ્પષ્ટ થયું હશે કે આ વ્યક્તિને આ જગ્યાએ ખાવું, પીવું અને સૂવું ગમે છે.

વીડિયોમાં સાંભળી શકાય છે કે, આસ્થા ગિલ અને બાદશાહે ‘પાની પાની હો ગયી’ ગીત ચાલી રહ્યું છે. આ વિડીયો હવે ઘણા પેજ પર જોવા મળી રહ્યો છે. વળી, દેશના લોકો વીડિયો પર ખૂબ જ રમુજી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

પ્રેક્ષકોની ટિપ્પણીઓ વિશે વાત કરવામાં આવે તો, એક વપરાશકર્તાએ ટિપ્પણી કરતી વખતે લખ્યું કે, ‘શું આ વ્યક્તિને બીજી કોઈ જગ્યા મળી નથી’ અન્ય વપરાશકર્તાએ ટિપ્પણી કરતી વખતે લખ્યું, ‘ગરીબનું ઘર તણાઈ ન જાયે’, ત્રીજા વપરાશકર્તાએ લખ્યું, ‘કેટલા તેજસ્વી લોકો છે’, તેમજ અન્ય વપરાશકર્તાએ હસતા ઇમોજી સાથે રમૂજી ટિપ્પણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *