સુરત(Surat): 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા(Pasodra)માં ફેનિલ ગોયાણી(Fenil Goyani) દ્વારા ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekariya)ની જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. જેમાં ગત 6 એપ્રિલે કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી. ત્યારે આ કેસનો ચુકાદો આજે આવવાનો હતો પરંતુ હવે 21 એપ્રિલના રોજ હત્યા કેસનો ચુકાદો સંભળાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં આરોપીના વકીલ ફેનીલ ગોયાણીના વકીલો કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. આગામી 21મી તારીખે આ મામલે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. સરકાર પક્ષ દ્વારા આરોપીને કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી છે.
105 સાક્ષીની જુબાની લેવામાં આવી:
આ કેસમાં ટ્રાયલ દરમિયાન કુલ 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને પોલીસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં જઈ જવામાં આવ્યો હતો. હાલમાં તો ફેનિલ લાજપોર જેલમાં બંધ છે. ત્યારે હવે કોર્ટે હત્યારા ફેનીલને આગામી સમયમાં સજા ફટકારવામાં આવશે.
જણાવી દઈએ કે, હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને પોલીસે અઠવાડિયાની અંદર જ ચાર્જશીટ રજૂ કરી હતી ત્યાર પછી આરોપી સામેની ટ્રાયલ પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી.
ઘટના સ્થળે નજરે જોનારા સાક્ષી, FSL રિપોર્ટ, મેડિકલ પુરાવા, મોબાઇલ ફોન રેકોર્ડિંગ ઉપરાંત ઘાયલ થનારાઓની જુબાની વગેરે પુરાવા સરકાર પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષ દ્વારા સ્થળ પંચનામુ નથી થયુ, સાથે જ પીએમ કોઈ અન્ય જ બોડીનું કરવામાં આવ્યુ હોવાનો બચાવ લેવામાં આવ્યો હતો. અંતિમ દલીલો કર્યા બાદ હવે કોર્ટે 16મી એપ્રિલના રોજની મુદત આપી હતી. જેનો ચુકાદો હવે 21 એપ્રિલના રોજ આવશે.
જાણો શું હતી સમગ્ર ઘટના:
ગ્રીષ્મા વેકરીયાના પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણીની 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે હાથમાં નસ કાપીને ઝેરી દવા પી લેવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી મુક્ત કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. ફેનિલ હાલ લાજપોર જેલમાં બંધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.