લગ્ન કરવા નીકળેલા દુલ્હાની કાર પાંચ ગોથા ખાઈ ગઈ, વરરાજાની હાલત જોઈ આંખે અંધારા આવી જશે- જુઓ CCTV

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સાબરકાંઠા જિલ્લા માંથી સામે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા પ્રાંતિજ તાલુકાના સલાલ નજીક દલપુર ગુરુવારે વહેલી સવારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ઈડર ઓડ પરિવારની લગ્નની જાનમાં કારનો કાફલો જઈ રહ્યો હતો. ત્યારે વરાજા અને તેના ભાઈની કાર વચ્ચે ખુબજ ભયંકર અકસ્માત સર્જાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ અકસ્માતમાં કારમાં બેઠેલા વરરાજા સહિત અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી ચાર લોકોને ગંભીર રીતે ઇજા થઇ છે. તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હિંમતનગર મોકલવામાં આવ્યા છે. ત્યાર બાદ વધુ સારવાર માટે હિંમતનગરથી અમદાવાદ લઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, વરરાજાની કારને પાછળથી આવી રહેલી કારે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર જતી કે વરરાજાની કાર 5 થી 6 ગોથા ખાઈ ગઈ હતી. જે કારે પાછળથી આવીને ટક્કર મારી તે કાર અન્ય કોઈ નઈ પણ વરરાજાનો ભાઈ જ ચલાવી રહ્યો હતો.

આ ઘટના અમદાવાદની સિવિલ ચાર રસ્તા પાસે મોહન સિનેમા પાસે ઓડ પરિવારનો વરરાજો રીધમ વિનોદભાઈ ઓડની જાનમાં કારનો કાફલો લઈને લગ્ન કરવા માટે વહેલી સવારે નીકળ્યા હતા. ત્યારે હિંમતનગર નેશનલ હાઈવે 8 પર સલાલ પાસેના દલપુર નજીક પાસે વરરાજાની કારને તેના ભાઈએ પાછળથી ખુબજ જોરદાર ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનામાં વરરાજા રીધમ, ભાઈ, દાદા, માતા અને અન્ય બે લોકોને ઈજા થઇ છે. આ અકસ્માતની ઘટનામાં બંને કાર ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. અકસ્માત સર્જાતા આસપાસના લોકો તરતજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ સમગ્ર ઘટનામાં સારી વાતતો એ છે કે, વરરાજા રીધમને આ અકસ્માતમાં સામાન્ય ઇજાઓ થઇ છે. રીધમને અન્ય કારમાં બેસાડીને ઈડર લગ્ન માટે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસે તરતજ થતા તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *