ગુજરાતના મહેસાણા (Mehsana, Gujarat) માં વાસી ઉતરાયણના દિવસે પાંચ લોકોએ એક વૃદ્ધને ઘેરીને લોખંડની પાઇપો મારી પતાવી દીધા હતા. મળતી માહિતી અનુસાર પતંગ ચગાવવા મામલે બોલાચાલી થતા પરિસ્થિતિ વણસી હતી અને મોટી બબાલ ઊભી થઈ હતી. ત્યારબાદ આ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મારામારી પર વાત આવતા એક વ્યક્તિનું મોત અને કેટલાય લોકો ઘાયલ થયા હતા.
વાસી ઉતરાયણના દિવસે મહેસાણામાં એક વૃદ્ધની જાહેરમાં જ હત્યાની ઘટના સામે આવી છે. પતંગના પેચ લડાવવા મામલે સોસાયટીના બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચારી થઈ હતી, જોતજોતામાં સામાન્ય બોલાચાલી ઉગ્ર ઝઘડામાં પરિણમી… પછી તો ઉતરાયણ છોડી લોકો નીચે આવી ગયા અને એમાંના પાંચ માથાભારે લોકોએ એક વૃદ્ધ વ્યક્તિને ઘેરી લીધા અને ધોકા લાકડી અને લોખંડની પાઇપો મારવા લાગ્યા. આ ઘટનામાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું.
મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે સોસાયટીમાં મોટી બબાલ થઈ રહી છે, લોકો લાકડીઓ અને ધોકા મારી રહ્યા છે. આ ઘટનામાં વૃદ્ધ વ્યક્તિનું મોત થતાં ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઘટનાની જાણકારી મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના વાસી ઉતરાયણના દિવસે સાંજના સમયે બની હતી. શહેરના માનવ આશ્રમ ચોકડી પાસે આવેલી ઉમા નગર સોસાયટીમાં રહેતા નાગજીભાઈ વણઝારાની હત્યા થઈ છે. નાગજીભાઈ વણઝારા પોતાના પરિવાર સાથે ટેરેસ ઉપર ઉતરાયણની મજા માણી રહ્યા હતા. તે દરમિયાન એ જ સોસાયટીના પાંચ માથાભારે સાથે પતંગ ચગાવવા મામલે સામાન્ય બોલાચાલે શરૂ થઈ, ત્યારબાદ આ બોલાચાલી ઉગ્ર બનતા બંને જૂથો સામસામે આવી ગયા હતા.
જેમાં નાગજીભાઈ ને પાંચ લોકોએ ઘેરી લીધા અને ધોકા લાકડીઓ અને લોખંડની પાઇપો માથાના ભાગે મારવા લાગ્યા. આ ઘટનામાં નાગજીભાઈ ગંભીર રીતે લોહી લુહાણ થઈ ગયા હતા અને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. વધારે ગંભીર હોવાથી સિવિલના ડોક્ટરોએ અમદાવાદ ખસેડવાની વાત કરી હતી, જોકે અમદાવાદ પહોંચે તે પહેલા જ નાગજીભાઈનું મૃત્યુ થયું.
પોલીસે આ ઘટનાને પગલે હત્યારાઓ વિરોધ વિવિધ કલમો નોંધી ફરિયાદ નોંધી છે. નાગજીભાઈ ની હત્યા કરનાર વનરાવન બાબુજી ઠાકોર, હરેશ કેશવલાલ રાવળ, ચિરાગ હરેશભાઈ રાવળ, બોબી હરેશભાઈ રાવળ અને સુનિલ રમેશચંદ્ર વ્યાસ વિરુદ્ધ કલમ 143, 147, 148, 149, 302, 323, 504, 506(2) તેમજ જી. પી.એક્ટ ક 135 મુજબ માગીલાલ નાગજીભાઈ વણઝારા એ ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.