GSRTC માં મોટી ભરતી, ITI અને 10 કે 12 પાસ પણ મેળવી શકશે નોકરી

GSRTC JOBS recruitment:ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવી છે. જેને લગતી માહિતી 7 જૂન 2023ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને 8મી જૂન 2023થી ફોર્મ ભરવાનું શરૂ થશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 જૂન 2023 છે. આ ભરતી સંબંધિત તમામ અપડેટ સત્તાવાર વેબસાઇટ https://gsrtc.in/ પરથી પણ મેળવી શકાય છે.

GSRTC JOBS અમદાવાદ દ્વારા વેલ્ડર, MVBB, ઇલેક્ટ્રિશિયન, મશિનિસ્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, શીટ મેટલ વર્કર, પેઇન્ટર અને મોટર મિકેનિકની એપ્રેન્ટિસ જગ્યાઓની ભરતી માટે અરજીઓ માંગવામાં આવી છે.

લાયકાત

અરજી કરવા માટે તમારી પાસે તે પ્રવાહમાં ITI અથવા 10/12 પાસ હોવું આવશ્યક છે. ઑફલાઇન મોડ અને પાત્ર ઉમેદવારોના ઇન્ટરવ્યુ દ્વારા અરજી કર્યા પછી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ

આધાર કાર્ડ, અભ્યાસ માર્કશીટ, અનુભવ પ્રમાણપત્ર (જો કોઈ હોય તો), ફોટોગ્રાફ
સહી

આ રીતે કરો અરજી

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા

ત્યાર બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી તમામ પુરાવાઓ જોડવા

હવે તારીખ 08 જૂન 2023 થી 27 જૂન 2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *