ગુજરાત ST નિગમે બહાર પાડી નોકરી: ડ્રાઇવર અને કન્ડક્ટરના પદ માટે મોટી ભરતીની જાહેરાત

Gujarat Government Jobs: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા એક ભરતી (Gujarat Government Jobs)…

Gujarat Government Jobs: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા એક ભરતી (Gujarat Government Jobs) બહાર પાડવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો એસટી બસના ડ્રાઇવર – કંડકટરની ભરતી (GSRTC ST Bus-driver Conductor Jobs) કરવામાં આવશે. જેમાં 2100 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી કરવામાં આવશે અને જ્યારે 1300 જગ્યાઓ કંડક્ટર કક્ષાની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, એસટી નિગમમાં મિકેનિકલની પણ ભરતી કરવામાં આવશે તેમજ કંડક્ટરની 1300 જગ્યા ભરવામાં આવશે જ્યારે 2100 ડ્રાઈવરની જગ્યાઓ પણ ભરવામાં આવશે. અમે તમને જણાવી દઈએ કે, આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એસટી વિભાગમાં ડ્રાઈવર-કંડક્ટર સહિત અનેક જગ્યાઓ ખાલી છે અને જેના કારણે ST બસના સંચાલનમાં પણ મુશ્કેલી પડી રહી છે. ગુજરાત ST  નિગમમાં ડ્રાઇવર કંડકટરની 3400 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ટૂંક સમયમાં 500 કે 1000 નહીં પરંતુ 6000 પદો પર મોટી ભરતી કરવામાં આવશે. હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ભરતીને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે.

હસમુખ પટેલએ જણાવતા કહ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ભરતી કરવામાં આવશે. હસમુખ પટેલે જણાવ્યું છે કે, મહેસૂલ વિભાગ હેઠળ ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *