રાજ્યભરમાં ૧૦૦થી વધુ ‘કરચોર’ પેટ્રોલપંપને ત્યાં દરોડા- જીએસટી વિભાગને ૪૦૦ કરોડના કરચોરી કૌભાંડની આશંકા

સમગ્ર ગુજરાત ભરના પેટ્રોલ પંપો પર સ્ટેટ જીએસટીની ટીમે સામૂહિક દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરી પકડી પાડી છે. ગુરુવારે સાંજે સ્ટેટ જીએસટી ની ટીમ દ્વારા વેટ ભરવામાં ન આવતા હોવાની શક્યતાને પગલે રાજ્યના 104 પેટ્રોલ પંપ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવતા પેટ્રોલ પંપ માલિકોમાં કફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડામાં અમદાવાદના 6, રાજકોટના 26, ભાવનગરના 7, વડોદરાના 9, સુરતના આઠ અને ખેડાના 7 પેટ્રોલ પંપ અને સૌરાષ્ટ્રમાં દરોડાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી રહી હતી.

પેટ્રોલપંપના માલિકો વેટ નોંધણી નંબર રદ થયા હોવા છતાં પેટ્રોલ ડીઝલનું વેચાણ ચાલુ રાખીને વેરો ભરતા ન હોવાનું જીએસટી વિભાગના અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું. જેને લઇને રાજ્યવ્યાપી પેટ્રોલ પંપો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ છે.

તાજેતરમાં ભાવનગરમાં જીએસટી નું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં બોગસ બિલિંગ કૌભાંડમાં મુખ્ય આરોપી નિલેશ પટેલ સામે કોર્ટે નોટિસ બહાર પાડી છે. જો નિલેશ પટેલ હાજર નહીં થાય તો તેની સામે નોન બેલેબલ વોરંટ નિકાળવામાં આવશે જ્યારે ભાવનગરની બોગસ પેઢી એચ કે મેટલના શબાના અસલમ કલ્લીવાલાની કોટે વધુ એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *