ગુજરાતમાં COVID19 ની પરિસ્થિતિમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના હિતમાં CM વિજય રુપાણીએ સંવેદનશીલ અને મહત્વના નિર્ણયો કરતા રાજ્યભરના વાલીઓને મોટી રાહત આપી છે.લોકડાઉન બાદ આગામી શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળા ફી વધારો નહીં કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. લૉકડાઉન પૂર્ણ થયા પછી શાળાઓ ફીની વસૂલાત માટે ઉતાવળ નહીં કરે તે બાબતે ધ્યાન રાખવામાં આવશે. રાજ્યની તમામ શાળા કોલેજો માં 15 એપ્રિલથી અનુક્રમે 1 જૂન અને 16 મે સુધીનું વેકેશન જાહેર કરાયું છે.
વધુ માં રૂપાણી સરકારે નિર્ણય કર્યો છે કે વાલીઓની આર્થિક સ્થિતિ અને અનુકૂળતા મુજબ 6 મહિના સુધી ફી ભરવાની મર્યાદા પણ વધારાશે, અને ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમત્તિ અપાશે. ધોરણ-૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી તા. ૧૬ એપ્રિલ ગુરૂવારથી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
પ્રધામંત્રી કાર્યાલયે ટવીટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સવારે ૧૦ કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી દ્વારા લોકડાઉન વધારવા અંગે મોટી જાહેરાત થઇ શકે છે. મુખ્યમંત્રી સાથે ની બેઠકમાં અરવિંદ કેજ્રીવાલના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકડાઉન વધારવાનો નિર્ણય કરી ચુક્યા છે. આમ આવતી કાલે પ્રધાનમંત્રી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં લોકડાઉન બાબતે આવતીકાલે નિર્ણય જહર કરવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news