ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડી પડશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં આગામી પાંચ દિવસમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી(forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. આગામી 5 દિવસ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. તો 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં Gujarat ઠંડીનું જોર એકાએક વધવાનું છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગે કરી માવઠાની આગાહી:
મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા 5 દિવસ બાદ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 11થી 15 ડિસેમ્બર વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતીઓનું મીની કાશ્મીર ગણાતું માઉન્ટ આબુ પણ ઠંડુગાર બની ગયું છે. માઉન્ટ આબુના હવામાનમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ પલટો આવ્યો છે. આબુમાં ઠંડીનો પારો શૂન્ય ડિગ્રી નજીક પહોંચી ગયો છે. તીવ્ર ઠંડી હોવા છતાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓના ઘસારામાં વધારો જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.