2022 Gujarat Assembly election date announced: જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ક્યારે જાહેર થશે તે અંગેની રાહ જોવાય રહી હતી, પરંતુ આતુરતાનો અંત આવ્યો છે. એટલે કે આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આજે બપોરના 12 વાગ્યે ચૂંટણીપંચે(Election Commission) પત્રકાર પરિષદ યોજી ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.
વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર:
ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. જયારે હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે.
ચુંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાણો શું કહ્યું:
ચૂંટણી પંચે મોરબી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. આચાર સંહિત આજથી જ લાગૂ થઇ જશે.
ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા છે. રાજ્યમાં 51 હજારથી વધુ મતદાન કેન્દ્રો. રાજ્યમાં 18થી 19 વર્ષના 4.6 સાથ નવા મતદારો. દિવ્યાંગો માટે 182 પોલિંગ સ્ટેશન. રૂરલમાં 34, 276 પોલિંગ સ્ટેશનગુજરાતમાં 51,782 પોલિંગ સ્ટેશન.
દરેક મતદાન કેન્દ્ર પર કર્મચારીઓ તૈનાત રહેશે. એક મતદાર માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે. એ મતદાર બહાર નીકળવા માગતા નથી જેથી સુવિધા અપાઈ. આ વખતે યુનિક મતદાન મથકો બનાવવામાં આવ્યા. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. 4.9 કરોડ મતદાતાઓ. 4.6 લાખ પહેલી વાર વોટ આપશે. 142 જનરલ, 17 એસી, 23 એસટી બેઠક. 51781 પોલિંગ બુથ. 142 મોડલ મતદાન મથક. 27 હજારથી વધુ સર્વિસ મતદાતા. 9.87 લાખ 80 વર્ષ થી ઉપર નાં મતદાતા. તમામ મતદાન મથક ગ્રાઉન્ડ ફ્લોર પર જ. ૧૨૭૪ મતદાન મથકો પર ફક્ત મહિલા સ્ટાફ. ૫૦% મથકો નું જીવંત પ્રસારણ.
ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. ફેક ન્યૂઝ પર પણ નજર રાખવામાં આવશે. તમામ ફરિયાદોનું 60 મિનિટમાં નિરાકરણ કરાશે. સુવિધા પોર્ટલ પણ મતદારો માટે ઉભી કરાઈ. માધુપુર, જાંબુરના 3,481 સિદ્દીવોટર્સ માટે વ્યવસ્થા. યુવાઓ પણ વધારે મતદાન કરે તેવી અપીલ. કોઈ પણ નાગરિક ઉમેદવાર વિશે જાણી શકશે. ઉમેદવારના ક્રિમિનલ રેકોર્ડ વેબસાઈટ પરથી જાણી શકાશે. ઉમેદવારને ક્રિમિનલ રેકોર્ડની ત્રણ વખત જાહેરાત કરવી પડશે. વોટર સી વિઝલ એપ પર ફરિયાદ દાખલ કરી શકાશે. પોલીસ અને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના અપાઈ છે. દારૂ અને ડ્રગ્સની ગેરકાયદે ધૂષણખોરી પર ખાસ નજર રખાશે.
ગુજરાતમાં જામશે ત્રિપાંખિયો જંગ:
ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણીજંગ જામવા જઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ તમામ 182 સીટ પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. બીજી બાજુ તમામ પાર્ટીઓ દ્વારા પુરજોશમાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખતે ચૂંટણીના રણમેદાનમાં કયો રાજકીય પક્ષ બાજી મારશે એ ખાસ કરીને જોવાનું રહેશે.
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે. આ મતદારયાદી મુજબ, રાજ્યમાં કુલ 4,90,89,765 જેટલા મતદાર નોંધાયા છે, જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ તેમાં સમાવેશ થાય છે. તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરુષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો ઉમેરાયા છે.
બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરે થશે જાહેર:
અમે તમને જણાવી દઇએ કે, ગુજરાત અને હિમાચલ એમ બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરના રોજ એક દિવસે જ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરના રોજ તેનું મતદાન થશે જ્યારે 8 ડિસેમ્બરે તેનું પરિણામ પણ જાહેર થઇ જશે. આ 26 દિવસના સમયગાળા વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પણ મતદાન યોજાવા જઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.