બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચુંટણી- જાણો તમારે કઈ તારીખે જવાનું થશે મતદાન કરવા

2022 Gujarat Assembly election date announced: જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ક્યારે જાહેર થશે તે અંગેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આતુરતાનો અંત આવી ગયો છે. એટલે કે હવે ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આજે બપોરના 12 વાગ્યે ચૂંટણીપંચ(Election Commission) દ્વારા પત્રકાર પરિષદ યોજી ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી  છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

ચુંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાણો શું કહ્યું:
ચૂંટણી પંચે મોરબી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. આચાર સંહિત આજથી જ લાગૂ થઇ જશે.
ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા છે. રાજ્યમાં 51 હજારથી વધુ મતદાન કેન્દ્રો. રાજ્યમાં 18થી 19 વર્ષના 4.6 સાથ નવા મતદારો. દિવ્યાંગો માટે 182 પોલિંગ સ્ટેશન. રૂરલમાં 34, 276 પોલિંગ સ્ટેશનગુજરાતમાં 51,782 પોલિંગ સ્ટેશન.

દરેક મતદાન કેન્દ્ર પર કર્મચારીઓ તૈનાત રહેશે. એક મતદાર માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે. એ મતદાર બહાર નીકળવા માગતા નથી જેથી સુવિધા અપાઈ. આ વખતે યુનિક મતદાન મથકો બનાવવામાં આવ્યા. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. 4.9 કરોડ મતદાતાઓ. 4.6 લાખ પહેલી વાર વોટ આપશે. 142 જનરલ, 17 એસી, 23 એસટી બેઠક. 51781 પોલિંગ બુથ. 142 મોડલ મતદાન મથક. 27 હજારથી વધુ સર્વિસ મતદાતા. 9.87 લાખ 80 વર્ષ થી ઉપર નાં મતદાતા. તમામ મતદાન મથક ગ્રાઉન્ડ ફ્લોર પર જ. ૧૨૭૪ મતદાન મથકો પર ફક્ત મહિલા સ્ટાફ. ૫૦% મથકો નું જીવંત પ્રસારણ.

ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. ફેક ન્યૂઝ પર પણ નજર રાખવામાં આવશે. તમામ ફરિયાદોનું 60 મિનિટમાં નિરાકરણ કરાશે. સુવિધા પોર્ટલ પણ મતદારો માટે ઉભી કરાઈ. માધુપુર, જાંબુરના 3,481 સિદ્દીવોટર્સ માટે વ્યવસ્થા. યુવાઓ પણ વધારે મતદાન કરે તેવી અપીલ. કોઈ પણ નાગરિક ઉમેદવાર વિશે જાણી શકશે. ઉમેદવારના ક્રિમિનલ રેકોર્ડ વેબસાઈટ પરથી જાણી શકાશે. ઉમેદવારને ક્રિમિનલ રેકોર્ડની ત્રણ વખત જાહેરાત કરવી પડશે. વોટર સી વિઝલ એપ પર ફરિયાદ દાખલ કરી શકાશે. પોલીસ અને એ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *