Gujarat Ahmedabad: આજે વહેલી સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 8 પર આવેલા એટીએમ ચાર રસ્તા પાસે એક કાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં કારચાલક સાથે ખાબકી હતી. હાઇવેના સર્વિસ રોડ પર ખોદવામાં આવેલો ખાડો 20 ફૂટ ઊંડો હતો. સારી વાત એ ચ્જે કે, આ ઘટનામાં કર ચાલકને સામાન્ય ઇજાઓ થઇ છે.
ઘટના સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. ત્યાર બાદ ક્રેનને બોલવામાં આવી હતી અને ક્રેનની મદદથી ખાડામાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં કારચાલકને કોઈ મોટી ઇજા થઇ અને સામાન્ય ઇજા થઈ હતી.
મળેલી મહીની મુજબ આ અકસ્માત સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર આવેલા ચાર રસ્તા પાસે ઓવરટેક કરવા જતાં સર્જાયો હતો. અરવિંદ શેઠ જે આણંદ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર છે તેઓ તેમના એક વ્યક્તિની સાથે અમદાવાદ એરપોર્ટથી આણંદ તરફ પરત જઈ રહ્યા હતા.
જે વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો તેનું નામ સંજય છે. સંજય સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, લગભગ સવારના 5:30 વાગ્યાની આસ પાસ આણંદ તરફ પરત જઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર કોઈપણ પ્રકારની રેડિયમ લાઈટની પટ્ટી કે બેરિકેડ લગાવેલી ન હતી. તેથી કાર સીધી ખાડામાં ઊતરી ગઈ હતી.
ત્યાના સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આ કામગીરી છેલ્લા એક-દોઢ મહિનાથી ચાલી રહી છે. તેથી નાગરિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાઈવેથી કોઈ વાહનચાલક ખાડામાં ન પડે તે માટે રોડની સાઈડની તરફ પતરાં લગાવેલાં છે. જો કે આજે જ વહેલી સવારે એક કાર કારચાલક સાથે આ ખાડામાં પડી હતી. ત્યાર બાદ ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા ને તાત્કાલિક કારચાલકને બહાર કાઢવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.