Anand, Gujarat: સોમવારનો દિવસ આણંદ જિલ્લામાં ઘાતક સાબિત થયો હતો. આણંદ જિલ્લામાં છેલ્લા 6 કલાકમાં 2 અસ્કમાત સર્જાયા છે જેમાં એક કિશોરી સહિત કુલ છ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યાં હતા. પ્રથમ અસ્કમાતમાં વ્હેરાખાડી સ્થિત એક્સપ્રેસ હાઈવે પર ટ્રકની પાછળ ઈકો કાર અથડાય હતી અમે 3 મિત્રોના મોત થયા હતા. ત્યારે બીજા અસ્કમાતમાં ડાંગરની રોપણી કરવા માટે જતા શ્રમજીવી ભરેલું ટ્રેક્ટર કાંસમાં પલટતા એક કિશોરી અને બે જણાંના મોત થયા હતા.
વડોદરામાં જથ્થાબંધ દવાઓનો વેપાર કરતા અને મૂળ ડાકોરમાં રહેતા અમિતભાઇ પંડ્યા કોઈક કામ થી ડાકોર આવ્યા હતા. ગાડી ડ્રાઈવર સુનિલ વિનોદભાઈ પરમારને ફોન કરતા તેઓ તેમના બીજા બે મિત્રો ચિરાગ અને રાહુલને સાથે લઈ અમિતભાઇને રાત્રે આઠ વાગ્યે વડોદરા મુકવા માટે ગયા હતા. રાત્રે લગભગ 10 વાગે વડોદરા પહોંચીને અમિતભાઇને ઘરે ઉતારી સુનિલ અને તેના અન્ય બે મિત્રો સાથે ડાકોર પરત જ્વામાંતે નીકળી ગયા હતા.
ત્યારે રાત્રે 12 વાગ્યા આસપાસ વડોદરાથી અમદાવાદ જતા હતા ત્યારે એક્સપ્રેસ હાઇવે પર વહેરાખાડી ગામ આગળ આવેલા ગણેશપુરા પાસે પસાર થતી વખતે પુરપાટ ઝડપે જતી ઇકો કાર બંધ પડેલ ટ્રકની પાછળના ભાગમાં ઘૂસી ગઇ જતા અસ્કમાત સર્જાયો હતો. આ અસ્કમાતમાં કારમાં સવાર ત્રણેય મિત્રોને ખુબજ ગંભીર ઈજા થઇ હતી.
અજીતભાઈ કેશવભાઈ પટેલ જે તારાપુર તાલુકામાં આવેલા જીચકા ગામમાં ખેતરમાં ડાંગર રોપણીનું કામ ચાલી રહ્યું હતું. તે મજૂરોને લઈને સોમવારે સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ ઉનાળુ ડાંગર રોપણી કરવા માટે 14 જેટલાં મજૂરોને ટ્રોલીમાં બેસારીને લઈ જીચકા ગામની સીમના ખેતરમાં નીકળ્યા હતા.
ત્યારે ટ્રેક્ટર જીચકા ગામના બસ સ્ટેન્ડ નજીક વડ તળાવ પાસે પહોચ્યું હતું અને વળાંક પર પુરઝડપે ટ્રેક્ટર ચલાવવાના કારણે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલ્ટી ખાઇ ગયું હતું. આ અસ્કમાતમાં ત્રણ મજુરોના કરુણ મોત થયા હતા. ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.