ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર(Saurashtra)માં આમ આદમી પાર્ટી(AAP)ને મોટો ઝટકો લાગી શકે છે તેવા સમાચાર સુત્રો પાસેથી મળી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ બાદ રાજભા ઝાલા પણ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. આજે રાજકોટ(Rajkot)માં અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના કેમ્પ અને રોડ શોમાં પણ રાજભા નહીં જોડાય તેવી પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
બે દિવસ પહેલા જ રાજભા ઝાલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે ‘આમ આદમી પાર્ટીમાં નવા નેતા આવે એટલે જૂના નેતાને સાઈડલાઈન કરવામાં આવે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજભા ઝાલાએ ગઈકાલે સમર્થકોની બેઠક બોલાવી અને 14 નવેમ્બર પછી AAP પાર્ટીને અલવિદા કહેશે તેવું બેઠક બાદ નક્કી કરવામાં આવ્યું છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.