ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) એ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ વખતે અનેક દિગ્ગજો ટિકિટની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેમના પત્તા કપાઈ ગયા છે અને નવા ચહેરાઓને મોકો મળ્યો છે.
થોડા સમય પહેલા જ બનેલી મોરબી દુર્ઘટના ને હજુ કોઈ ભૂલી શક્યું નથી. અને આ માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ મોરબી કબજે કરવા માસ્ટર સ્ટ્રોક અપનાવ્યો છે. મોરબી બેઠક પર મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું પત્તુ કપાયું છે અને તેમની જગ્યાએ કાંતિ અમૃતિયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે, કાંતિ અમૃતિયાએ મોરબી દુર્ઘટના દરમિયાન નદીમાં ઉતરી લોકોના જીવ બચાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મેં ૬૦ થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા.
થોડા સમય પહેલા મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 135 થી વધુ માસુમ લોકોના મોત થયા હતા. જેમાં સૌથી વધુ બાળકો અને મહિલાઓ સામેલ હતી. આ ઘટના સર્જાતા મોરબી વાસીઓ સહિત સમગ્ર ગુજરાતની જનતામાં રોષની લાગણી છવાઈ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મોરબી કબજે કરવા જુના ધારાસભ્ય બ્રિજેશ મેરજા નું પત્તુ કાપી તેમની જગ્યાએ કાંતિ અમૃતિયા ને ટિકિટ આપી છે.
સૂત્રોનું માનીએ તો, મોરબી દુર્ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીને ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે તેમ છે. કારણ કે મોરબી દુર્ઘટનાને લઈને લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ છે, અને તેવામાં ચૂંટણી નજીક છે. આ કારણોસર કંઈક ને કંઈક વિચારી ભારતીય જનતા પાર્ટીએ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરાજાનું પત્તુ કાપી નવા ચહેરાને ટિકિટ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.